JDS નેતાના બિઝનેસમેન ભાઈ લાપતા, બ્રિજ પર મળી Damaged BMW કાર પોલીસ તપાસમાં લાગી
બેંગલૂરુઃ કર્ણાટકના મેંગલુરુમાંથી એક મોટા સમાચાર જાણવા મળ્યા છે. JDS નેતા અને MLC બી એમ ફારૂકના બિઝનેસમેન ભાઈ મુમતાઝ અલી લાપતા થયા છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. આ સમય દરમિયાન તેમની લક્ઝરી BMW કાર મેંગલુરુના કુલુર બ્રિજ પર ખરાબ રીતે નુકસાન પામેલી હાલતમાં મળી આવી હતી. પોલીસને શંકા છે કે તેમણે પુલ પરથી કૂદીને હાથમાં હત્યા કરી છે.
જોકે, આ અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી
મુમતાઝ અલી JDS નેતા બી એમ ફારૂકના અને કોંગ્રેસના પૂર્વ વિધાન સભ્ય મોહિઉદ્દીન બાવાના ભાઈ છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે અલી રવિવારે સવારે ત્રણ વાગ્યાની આસપાસ પોતાની કાર લઈને ઘરેથી નીકળ્યા હતા અને સવારે 5:00 વાગ્યાની આસપાસ કુલુર બ્રિજ પાસે તેમની કાર રોકાઈ હતી તેમની BMW કારપૂલ પર ત્યજી દેવાયેલી અને damage હાલતમાં મળી આવી હતી.
બ્રિજ પરથી કાર મળી હોવાથી પોલીસને શંકા છે કે તેમણે પુલ પરથી કૂદીને આત્મહત્યા કરી હોઈ શકે છે. આ બાબતે મેંગલુરુ પોલીસ કમિશનર અનુપમ અગ્રવાલે જણાવ્યું હતું કે તેમનું વાહન ખરાબ રીતે damage થયું છે. SDRF અને કોસ્ટકાર્ડ નદીમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.
પોલીસનું કહેવું છે કે આ સર્ચ ચોપરેશનથી તેઓ જાણી શકશે કે તેમણે નદીમાં છલાંગ લગાવી છે કે નહીં. પોલીસે જણાવ્યું છે કે ત્રણ વાગે ઘરેથી નીકળ્યા પછી મુમતાઝ અલી પાંચ વાગ્યા સુધી કાર દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફરતા રહ્યા હતા અને બાદમાં કુલુર બ્રિજ પર પહોંચ્યા હતા.
પોલીસ કમિશનરે જણાવ્યું હતું કેમુમતાઝઅલીની દીકરીએ તેઓ ગુમ થયા હોવાની પોલીસને સૂચના આપી હતી. જ્યારે મુમતાઝ અલી લાંબા સમય સુધી તેમના ઘરે ના પહોંચ્યા ત્યારે તેમની પુત્રીએ સ્થાનિક પોલીસને આ બાબતને જાણ કરી હતી. તેમની કારને ભારે નુકસાન થયેલું છે. હાલમાં SDRF અને કોસ્ટ ગાર્ડને તેમની શોધ કરવા માટે તૈનાત કરવામાં આવ્યા છે.
Also Read –