મૈં જયા અમિતાભ બચ્ચન, કહીને સાંસદે રાજ્યસભામાં કોને પૂછ્યું લંચ બ્રેક મિલા કે…

નવી દિલ્હીઃ રાજકારણ હોય કે ફિલ્મ દુનિયામાં પણ અત્યારે બિગ બી ફેમિલી ચર્ચામાં છે. ફિલ્મો અને પરિવારમાં અભિષેક ઐશ્વર્યા રાયની વાત નહીં કરીએ તો જયા બચ્ચન (Jaya Amitabh Bachchan) સંસદના સત્રને કારણે ચર્ચામાં છે, જેમાં આજે સામે ચાલીને પોતે જયા અમિતાભ બચ્ચન હોવાનું સ્વીકાર કરીને સૌ સાંસદોની સાથે સ્પીકરને ચોંકાવ્યા હતા.
સમાજવાદી પાર્ટી (સપા)માંથી રાજ્યસભાના સાંસદ જયા બચ્ચન થોડા દિવસ પહેલા પોતાના નામ જયા અમિતાભ બચ્ચનને લઈ ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહ પર ભડકી ગયા હતા, જ્યારે આજે ગૃહમાં જયા બચ્ચને પોતાના નામનો ઉલ્લેખ કરીને કહ્યું હતું મૈં જયા અમિતાભ બચ્ચન. આટલું બોલતા સભાપતિ જગદીપ ધનખડ પણ હસી પડ્યા હતા, ત્યારબાદ સંસદીય ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.
રાજ્યસભામાં ચર્ચા દરમિયાન જયા બચ્ચન વચ્ચે ઊભા થયા હતા અને સ્પીકર જગદીપ ધનખડને કહ્યું હતું કે ‘સર મૈં જયા અમિતાભ બચ્ચન આપસે પૂછના ચાહતી હું કી.’ આટલું જયા બચ્ચન બોલ્યા કે આખા સંસદમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.
સ્પીકર પણ પોતાના હાસ્યને રોકી શક્યા નહોતા, ત્યારબાદ તેમને જયા બચ્ચને પૂછ્યું હતું કે આજ આપકો લંચ બ્રેક મિલા કે નહીં નહીં મિલા. જ્યાં સુધી તમે જયરામ રમેશનું નામ લેશો નહીં ત્યાં સુધી તમને જમવાનું હજમ થતું નથી.
આ પણ વાંચો : પાણી પાણી થઇ સંસદ, CPWDએ જણાવ્યું કારણ
જયા બચ્ચનને આ જવાબ આપતા જગદીપ ધનખડે કહ્યું હતું કે આજે મેં લંચ ટાઈમમાં લંચ કર્યું નથી, પરંતુ એના પછી લંચ જયરામ રમેશ સાથે કર્યું અને આજે જ કર્યું. આગળ તેમણે કહ્યું કે હું તમામ લોકોને જણાવી દઉં કે હું જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન બંનેનો ચાહક છું. એના અંગે જયા બચ્ચને સવાલ કર્યો તો કહ્યું હતું કે કારણ આજ સુધી મને આવું કપલ મળ્યું નથી.
અહીં એ જણાવવાનું કે રાજ્યસભામાં 29 જુલાઈના જયા બચ્ચન ડેપ્યુટી સ્પીકર પર ગુસ્સે થઈ ગયા હતા, જ્યારે તેમનું પૂરું નામ બોલવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો તમે જયા બચ્ચન કહ્યું હોત તો પણ ચાલ્યું હોત. સામે પક્ષે ઉપાધ્યક્ષે કહ્યું હતું કે જે નામ નોંધાયેલ છે એ જ બોલવામાં આવ્યું છે.
જોકે, જયા બચ્ચન તેમના જવાબથી સંતુષ્ટ થયા નહોતા. જયા બચ્ચને તેમને જવાબ આપતા કહ્યું હતું કે શું મહિલાઓ તેમના પતિના નામથી જ ઓળખાશે. તેમનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી. તેમની પોતાની કોઈ ઓળખ કે સિદ્ધિ નથી.