Jawan Becomes the Biggest Opening Day Grosser for a Hindi Film
નેશનલ

‘Jawan’ ફિલ્મે પહેલાં જ દિવસે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ: તોડ્યો ‘પઠાણ’નો રેકોર્ડ: કરી બંપર કમાણી

મુંબઇ: કિંગ ખાનની વર્ષ 2023ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘જવાન’ આજે સિનેમા ઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મે પહેલાં જ દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. જવાનને પ્રેક્ષકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મે દેશની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનીંગ કરવાવાળી ફિલ્મનો રેકોર્ડ પણ પોતાને નામે કરી લીધો છે. એટલું જ નહીં પણ જવાન ફિલ્મે પહેલા જ દિવસે તોફાની કામણી સાથે પઠાણ, ગદર-2 સહિતની ફિલ્મોનો રેક્રોર્ડ પણ બ્રેક કર્યો છે.

શાહરુખ ખાનની ફિલ્મ જવાને તેની રિલિઝના પહેલાં જ દિવસે બંપર કમાણી કરી ઇતિહાસ રચ્યો છે. ફિલ્મે પોતાની પહેલાં દિવસની કમાણીએ પઠાણની ઓપનીંગ ડેની કમાણીનો રેકોર્ડ પણ તોડ્યો છે. આની સાથે જ જવાન બોલિવુડની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઇ છે. એડવાન્સ બુકિંગના પહેલાં જ દિવસથી તોફઆની કમાણી કરી રહેલ જવાનની ઓપનિંગ ડેની કમાણી વિશે વાત કરીએ તો, શાહરુખ ખાન અને નયનતારા સ્ટારર ફિલ્મ જવાને તેની રિલીઝના પહેલાં દિવસે ઘરેલું બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક એવી 75 કરોડ રુપિયાની કમાણી કરી છે.


આ ફિલ્મે પહેલાં દિવસે હિન્દી વર્જનમાં 63 થી 65 કરોડનું નેટ કલેક્શન કરી પઠાણનો રેકોર્ડ પણ તોડ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાને તેની ફિલ્મ જવાનની પહેલાં દિવસની કમાણીથી તેની જ ફિલ્મ પઠાણનો રેકોર્ડ પણ તોડ્યો છે. પઠાણે પહેલાં દિવસે 55 કરોડની કમાણી કરી હતી. ત્યાં પ્રાથમિક અનુમાન મુજબ જવાન ફિલ્મે પહેલાં દિવસે ભારતમાં 63 થી 65 કરોડનું નેટ કલેક્શન કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button