નેશનલ

આજે જવાહરલાલ નેહરુની જન્મ જયંતી; વડાપ્રધાન મોદી, રાહુલ ગાંધી સહીત દિગ્ગજ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી: આજે આઝાદ ભારતના પહેલા વડા પ્રધાન અને સ્વતંત્ર સેનાની જવાહરલાલ નેહરુને 135મી જન્મજયંતિ (Birth Anniversary of the Jawaharlal Nehru) છે. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહીત ઘણા દિગ્ગજ નેતાઓને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું કે, “તેમની જન્મજયંતિના અવસર પર, હું આપણા પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.”

કોંગ્રેસના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ આપી:

નેહરુને ‘ભારતના જવાહર’ ગણાવતા રાહુલ ગાંધીએ લખ્યું કે કે તેમના લોકતાંત્રિક, પ્રગતિશીલ, નિર્ભય, દૂરંદેશી, સર્વસમાવેશક મૂલ્યો કાયમ ભારતના મૂલ્યો રહેશે.
https://x.com/RahulGandhi/status/1856896702596153524

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ X પરની પોસ્ટમાં લખ્યું કે ” ભારતને શૂન્યથી શિખર પર પર લઈ જનાર, આધુનિક ભારતના શિલ્પકાર, જેણે ભારતને વૈજ્ઞાનિક, આર્થિક, ઔદ્યોગિક અને વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિશીલ દેશ બનાવ્યો, જેમણે દેશને સતત ‘વિવિધતામાં એકતા’નો સંદેશ આપ્યો, લોકશાહીના નિર્ભય રક્ષક અને અમારા પ્રેરણાના સ્ત્રોત, એવા ‘ભારતના જવાહર’ની 135મી જન્મજયંતિ પર, અમે દેશ માટે તેમના આપેલા અભૂતપૂર્વ યોગદાનને યાદ કરીએ છીએ.”

પ્રિયંકા ગાંધીએ લખ્યું હતું કે, તેમણે લોકોને ડરાવવા અને ગેરમાર્ગે દોરનારા લોકોનો સખત વિરોધ કર્યો હતો. પંડિત નેહરુએ હંમેશા રાષ્ટ્ર નિર્માણના દરેક તબક્કે જનતાને સર્વોચ્ચ રાખીને નિર્ભય રહેવા અને નિઃસ્વાર્થપણે સેવા કરવાનું શીખવ્યું.”

AAP નેતા અરવિંદ કેજરીવાલે પણ બાળ દિવસના અવસરે નેહરુને શ્રદ્ધાંજલિ આપી અને બાળકો પ્રત્યેના તેમના પ્રેમ વિશે લખ્યું. તેમણે લખ્યું કે “અમે દિલ્હીમાં એક એવી વ્યવસ્થા બનાવી છે જ્યાં દરેક બાળક પોતાની પ્રતિભાને તૈયાર કરીને ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે છે. આપણા ભૂતપૂર્વ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને પણ બાળકો સાથે સમય વિતાવવાનું પસંદ હતું. અમે તેમની જન્મજયંતિને બાળ દિવસ તરીકે ઉજવીએ છીએ. પંડિત નેહરુને આદરપૂર્વક વંદન.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button