નેશનલ

જાવૅર મિલૅઈ આર્જૅન્ટિનાના નવા પ્રમુખ

આર્જૅન્ટિના: આર્જૅન્ટિનાની પ્રમુખપદની ચૂંટણીમાં જાવૅર મિલૅઈનો રવિવારે વિજય થયો હતો. ચૂંટણીપ્રચાર દરમિયાન તેમણે વધતા ફુગાવા અને ગરીબીને અંકુશમાં લેવાનું વચન આપ્યું હતું. પ્રમુખપદની ચૂંટણી માટે કુલ ૯૯.૪ ટકા મતદાન થયું હતું જેમાંથી મિલૅઈને ૫૫.૭ ટકા અને નાણા પ્રધાન સર્જિઓ માસ્સાને ૪૪.૩ ટકા મત મળ્યા હતા, એમ ચૂંટણી અધિકારીઓએ કહ્યું હતું. વર્ષ ૧૯૮૩માં દક્ષિણ અમેરિકાના આ દેશમાં ફરી લોકશાહી આવી ત્યાર બાદથી અત્યાર સુધીમાં પ્રમુખપદની ચૂંટણીમાં મતોના સૌથી વધુ અંતરથી નોંધાયેલો આ વિજય હોવાનું તેમણે કહ્યું હતું. આર્જૅન્ટિનાની પરિસ્થિતિ ગંભીર હોવાનું જણાવતાં મિલૅઈએ કહ્યું હતું કે દેશમાં ભારે પરિવર્તનની જરૂર છે. ઉ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button