વિશ્ર્વાસ રાખો, મરાઠવાડા અને પશ્ર્ચિમ મહારાષ્ટ્રમાં અનામત મળશે: જરાંગે | મુંબઈ સમાચાર
નેશનલ

વિશ્ર્વાસ રાખો, મરાઠવાડા અને પશ્ર્ચિમ મહારાષ્ટ્રમાં અનામત મળશે: જરાંગે


છત્રપતિ સંભાજીનગર: મરાઠા સમુદાયના સભ્યોને હવે મરાઠવાડા અને પશ્ર્ચિમ મહારાષ્ટ્રમાં અનામત મળશે, એમ કાર્યકર્તા મનોજ જરાંગેએ બુધવારે જણાવ્યું હતું, તેમણે તેમના સમર્થકોને શાંતિ જાળવવા અને તેમના નિર્ણય પર વિશ્ર્વાસ રાખવાની અપીલ કરી હતી.

મુંબઈથી પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કર્યા પછી પાછા ફરેલા 43 વર્ષના જરાંગે છત્રપતિ સંભાજીનગરમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા, જ્યાં તેઓ ડિહાઇડ્રેશન અને લો બ્લડ સુગર માટે એક ખાનગી હોસ્પિટલમાં તબીબી સારવાર લઈ રહ્યા છે.

‘આપણે વિજય મેળવ્યો છે, અને તેનું શ્રેય મરાઠા સમુદાયને જાય છે. મરાઠવાડા અને પશ્ર્ચિમ મહારાષ્ટ્રના મરાઠાને હવે અનામતનો લાભ મળશે,’ એમ તેમણે કહ્યું હતું.

આપણ વાંચો: હાઈકોર્ટે પહેલા મનોજ જરાંગેને ફટકાર લગાવી, પછી રાહત આપી

‘સમુદાયે શાંતિ જાળવી રાખવી જોઈએ અને (તેમના નિર્ણયમાં) વિશ્ર્વાસ રાખવો જોઈએ. બધું જ સંપૂર્ણ છે, અને જો કંઈ ખોટું થાય છે, તો અમે તેને સુધારીશું,’ એમ જરાંગેએ કહ્યું હતું.

ઓબીસી શ્રેણી હેઠળ મરાઠાઓને અનામતનો વિરોધ કરી રહેલા રાજ્યના પ્રધાન છગન ભુજબળ બુધવારે કેબિનેટની બેઠકનો બહિષ્કાર કર્યો તે અંગે પૂછવામાં આવતા, જરાંગેએ કહ્યું હતું કે, ‘તેનો અર્થ એ છે કે તેઓ એક હોંશિયાર નેતા છે. તેનો અર્થ એ પણ છે કે મરાઠા સમુદાય અનામત મેળવવામાં સફળ થયો છે.’

જરાંગેએ એવો પણ દાવો કર્યો હતો કે આ મામલો કોર્ટમાં લઈ જવાના પ્રયાસો નિષ્ફળ જશે કારણ કે ‘જીઆરને પડકારી શકાતો નથી’. ‘આ અરજીઓ ફગાવી દેવામાં આવશે કારણ કે જીઆર ગેઝેટ જેવા સરકારી દસ્તાવેજ પર આધારિત છે,’ એમ તેમણે જણાવ્યું હતું.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button