ટોપ ન્યૂઝનેશનલ

જાપાન ભારતને ગિફ્ટમાં આપશે 2 બુલેટ ટ્રેન, જાણો એની શું વિશેષતા હશે

નવી દિલ્હી/ટોકિયોઃ ભારતના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેન માટે સૌથી મોટા સમાચાર મળ્યા છે, જેમાં જાપાન સરકારે ભારતને બે શિન્કાનસેન ટ્રેન સેટ્સ ઈ5 અને ઈ3 સિરીઝ ફ્રીમાં આપવાનો નિર્ણય લીધો છે, જેમાં મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરના ટેસ્ટિંગ અને નિરીક્ષણ કરવામાં પણ મદદ મળશે. આ ટ્રેન 2026ની શરુઆતમાં ભારત પહોંચશે.

ટ્રેનની સ્પીડ કલાકના 320 કિલોમીટરની હશે

જાપાન ભારતને બે શિન્કાનસેન ટ્રેન સેટ ઈ5 અને ઈ3 સિરીઝ મફતમાં આપવાનો નિર્ણય લીધો છે. ઈપી સિરીઝ ટ્રેનની ગણતરી જાપાનની સુપર ફાસ્ટ ટ્રેન પૈકીની ટ્રેન તરીકે ગણતરી કરવામાં આવે છે. આ ટ્રેનની સ્પીડ કલાકના 320 કિલોમીટરની હોય છે, જ્યારે જાપાનમાં આ ટ્રેન 2011થી દોડાવવામાં આવે છે.

આ પણ વાંચો: Bullet Train : મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનનું 60 ટકા કામ પૂર્ણ, જાણો ક્યારે થશે ટ્રાયલ રન ?

ટ્રેનની સ્પીડ, ટેમ્પરેચર અને ડસ્ટનો ડેટા ક્લેક્ટ કરાશે

જાપાનના મીડિયાના અહેવાલ અનુસાર ભારત પહોંચનારી આ હાઈ સ્પીડ ટ્રેનના સેટ્સમાં ઈન્સપેક્શન માટેના ઈક્વિપમેન્ટ લગાવવામાં આવશે, જેમાં ટ્રેનની સ્પીડ, ટેમ્પરેચર અને ડસ્ટ વગેરેના પર્યાવરણ સંબંધિત બાબતનો ડેટા કલેક્ટ પણ કરશે, જેના આધારે આગામી વર્ષોમાં ઈ-10 (Alfa-X) ટ્રેનની ડિઝાઈન તૈયાર કરવામાં આવશે.

E5 સિરીઝની ટ્રેનની ગણતરી હાઈ સ્પીડ ટ્રેન તરીકે કરાય છે

જાપાનમાં ઈ5 સિરીઝની ટ્રેનની ગણતરી હાઈ સ્પીડ ટ્રેન તરીકે કરવામાં આવે છે, જ્યારે તેની ઝડપ કલાકના 320 કિલોમીટરની આસપાસ રહે છે, જ્યારે એની સામે ઈ3 જૂનું મોડલ છે. ઈ5 સિરીઝની ટ્રેન જાપાનમાં લગભગ વર્ષ 2011થી ચલાવાય છે. જોકે, ઈ3 મોડલને મિનિ શિન્કાનસેન તરીકે ઓળખવામાં આવે છે. તેની રાઈડ ક્વોલિટી, એરોડાયમેનિક ડિઝાઈન અને સેફ્ટી ફિચર્સ પણ શ્રેષ્ઠ છે.

આ પણ વાંચો: બુલેટ ટ્રેન માટે વડા પ્રધાન મોદીએ આપ્યું મોટું નિવેદન, હવે એ સમય દૂર નથી કે

ભવિષ્યમાં 400 કિલોમીટરની ઝડપે પણ દોડાવાશે ટ્રેન

હાલના તબક્કે જાપાન ઈફાઈવ સિરીઝની ટ્રેન દોડાવે છે, પરંતુ ભવિષ્યમાં ઈ10 (Alfa-X)ની તૈયારી કરી રહ્યું છે. ઈ10 સિરીઝની ટ્રેન ભવિષ્યમાં કલાકના 400 કિલોમીટરની ઝડપે દોડાવવામાં આવશે. આ ટ્રેનની સ્પીડ સહિત સુરક્ષા, પંક્ચ્યુઅલ અને આધુનિક એન્જિનિયરિંગનું પ્રતીક હશે, જે આગામી વર્ષોમાં ભારતીય રેલવેના પરિવર્તનનો મુખ્ય હિસ્સો હશે. જાપાન આ અગાઉ શિન્કાનસેન ટેક્નોલોજીને તાઈવાનને એક ટેસ્ટ ટ્રેન આપી ચૂક્યા છે. જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી આ પ્રોજેક્ટના 80 ટકા સુધીની લોન આપશે, જેનો વ્યાજદર ફક્ત 0.1 ટકા હશે. જાપાન દ્વારા હાઈ સ્પીડ ટ્રેનનો સેટ્સ આપ્યા પછી મુંબઈથી અમદાવાદ વચ્ચે 2027 પછીના વર્ષમાં દોડાવી શકાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button