નેશનલમનોરંજન

જાહન્વીના કિલર લૂકે સોશિયલ મીડિયા પર લગાવી આગ

મુંબઈઃ બોલીવુડની અભિનેત્રીઓ ફિલ્મો કરતા સોશિયલ મીડિયા પર વિશેષ એક્ટિવ રહે છે, જેમાં શ્રીદેવીની લાડલી દીકરીનું નામ પણ મોખરે લેવાય છે. જહાન્વી કપૂરે સોશિયલ મીડિયા પર એકસાથે દસેક કિલર ફોટા શેર કરીને ઈન્ટરનેટ પર ગરમી વધારી દીધી છે. જાહન્વીએ તસવીરો શેર કરતાની સાથે જ તે વાયરલ થઈ ગઈ હતી. આ તસવીરોમાં જાહન્વીની બોલ્ડ સ્ટાઈલ તેના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યા છે.

જાહન્વીએ ઇન્સ્ટાગ્રામ પર એક-બે નહીં, પરંતુ અલગ-અલગ લોકેશનના 10 ફોટો શેર કર્યા છે. આ ફોટોઝમાં જ્હાન્વી કપૂર શોર્ટ ડ્રેસમાં જોવા મળે છે, જ્યારે ક્યારેક બિકિનીમાં જોવા મળી હતી. તસવીરોમાં અભિનેત્રી ક્યારેક બીચ પર તો ક્યારેક સૂર્યાસ્તનો નજારો માણતી જોવા મળી હતી.

આ તમામ તસવીરોમાં જાહન્વી કપૂર ખૂબ જ હોટ લાગી રહી છે. ફોટોગ્રાફમાં જાહન્વી કપૂર મોટે ભાગે રિવિલિંગ ડ્રેસમાં જોરદાર બોલ્ડ લાગે છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટોગ્રાફમાં જાહન્વીએ કેપ્શનમાં લખ્યું છે ઈટ પ્રે લવ. એક કરતા અનેક બોલ્ડ એન્ડ બ્યુટિફુલ ફોટોગ્રાફ શેર કર્યા પછી ગણતરીના કલાકોમાં તેના ફોટોગ્રાફને સાત લાખથી વધુ લોકોએ લાઈક કરી છે, જ્યારે 2,800થી વધુ લોકોએ કમેન્ટ કરી છે.

‘ધડક’ ફિલ્મથી બોલિવૂડની દુનિયામાં ડેબ્યૂ કરનાર જહાન્વી કપૂર સમયની સાથે થોડી ઘણી બદલાઈ ગઈ છે. જાહન્વી કપૂર હવે કેમેરાની સામે બોલ્ડ અને રિવિલિંગ કપડાં પહેરતી જોવા મળે છે. વાસ્તવમાં એક્ટ્રેસના બોલ્ડ લુકની ચર્ચા તેની એક્ટિંગ કરતા વધારે થાય છે.

જાહન્વી છેલ્લે વરુણ ધવન સાથે ફિલ્મ ‘બવાલ’માં જોવા મળી હતી. આ ફિલ્મ આ વર્ષે 21મી જુલાઈએ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં એક પરિણીત યુગલની વાર્તા છે અને બતાવે છે કે કેવી રીતે બે લોકો ગોઠવાયેલા લગ્નમાં એડજસ્ટ થાય છે. જાહન્વીની આગામી ફિલ્મ ‘દેવરા’માં જોવા મળશે, જેમાં તે જુનિયર એનટીઆર સાથે જોવા મળશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button