નેશનલ

Jammu Kashmir માં આતંકવાદને નાબૂદ કરવા સરકાર કટિબદ્ધ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપ્યા આ નિર્દેશ

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરમાંથી(Jammu Kashmir)આતંકવાદીઓનો ખાતમો બોલાવવા માટે સતત પ્રયત્નશીલ છે. તેવા સમયે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે તમામ સુરક્ષા એજન્સીઓને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સામેની લડાઈ વધુ તીવ્ર બનાવવાનો નિર્દેશ આપ્યો છે. ગૃહમંત્રીએ ઘૂસણખોરી અટકાવવા માટે આ આદેશ આપ્યો હતો. જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે બે દિવસીય બે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી હતી. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારના સતત અને સંકલિત પ્રયાસોને કારણે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદનું ઇકોસિસ્ટમ નબળી પડી છે.

શૂન્ય ઘૂસણખોરીનો ઉદ્દેશ

સત્તાવાર નિવેદન મુજબ ગૃહમંત્રીએ તમામ સુરક્ષા એજન્સીઓને ‘શૂન્ય ઘૂસણખોરી’ ના ઉદ્દેશ્ય સાથે આતંકવાદ સામેની લડાઈને વધુ તીવ્ર બનાવવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે ડ્રગ્સના વેપાર દ્વારા આતંકવાદી ભંડોળને તાત્કાલિક રીતે અંકુશમાં લેવો જોઈએ. ગૃહમંત્રીએ મંગળવાર અને બુધવારે સતત બે બેઠકોમાં સેના, પોલીસ, અર્ધલશ્કરી દળો અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી.

Also read:અમિત શાહ આ તારીખે કરશે મહાકુંભમાં સ્નાન, ગુજરાતીઓને કુંભદર્શનની કરી અપીલ

જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા સ્થિતિ પર વિગતવાર ચર્ચા

ઉલ્લેખનીય છે કે, પ્રથમ વાર ગૃહમંત્રી અમિત શાહે સતત બે દિવસ સુધી જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા સ્થિતિ પર આટલી વિગતવાર ચર્ચા કરી. સત્તાવાર નિવેદન મુજબ આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન, ગુપ્તચર બ્યુરોના ડિરેક્ટર તપન ડેકા, ડીજીપી નલિન પ્રભાત, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને અન્ય ટોચના લશ્કરી, પોલીસ અને નાગરિક અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં હાલમાં દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલામાં ભૂતપૂર્વ સૈનિક મંજૂર અહમદ વાગેનું મોત થયું હતું અને તેમની પત્ની અને ભત્રીજી ઘાયલ થયા હતા.જેના પગલે આ બેઠકો યોજાઈ હતી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button