
શ્રીનગર : દિલ્હીમાં થયેલા વિસ્ફોટ બાદ જમ્મુ કાશ્મીર પણ હાઈ એલર્ટ પર છે. જેમાં લોકોને હવે કાર બોમ્બનો ભય સતાવી રહ્યો છે. જોકે, જમ્મુ કાશ્મીર પોલીસે સલામતીના ભાગરૂપે અનેક જાહેર સ્થળોની આસપાસ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી છે. તેમજ સતત ગુપ્તચર એજન્સીઓના સંપર્કમાં છે. પોલીસે લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે
વૈષ્ણો દેવી આતંકવાદીઓની હિટ લિસ્ટમાં ટોપ પર
આ ઉપરાંત ગુપ્તચર અહેવાલ મુજબ જમ્મુ કાશ્મીરમાં ધાર્મિક સ્થળો પર આતંકી હુમલાની આશંકા છે. જેમાં રધુનાથ મંદિર, બકોલ અને વૈષ્ણો દેવી આતંકવાદીઓની હિટ લિસ્ટમાં ટોપ પર છે. આ ઉપરાત દિલ્હી બ્લાસ્ટ બાદ જમ્મુ કાશ્મીરમાં કાર વિસ્ફોટનો ભય લોકોને સતાવી રહ્યો છે.

શંકાસ્પદ હિલચાલ પર સતત નજર
જોકે, આ અંગે પોલીસ અને સુરક્ષા દળો પુરતી તકેદારી રાખી રહ્યા છે. તેમજ અલગ અલગ વિસ્તારોમાં આતંકી વિરુદ્ધ ઓપરેશન સતત ચાલી રહ્યું છે. તેમજ પોલીસ શંકાસ્પદ હિલચાલ પર સતત નજર રાખી રહી છે. જયારે જમ્મુ કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશનમાં ઝડપેલી આતંકી મુઝમ્મિલની ગર્લફ્રેન્ડ શાહીનની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો…દિલ્લીનો બ્લાસ્ટ આત્મઘાતી હુમલો, ફરીદાબાદમાંથી વિસ્ફટકો પકડાતાં બદલાયો પ્લાન, બાકી…….



