IPS નલીન પ્રભાત કોણ છે જે ઓક્ટોબરથી J&K DGP તરીકે કાર્યભાર સંભાળશે

જમ્મુ કાશ્મીર માટે નવા ડીજીપીના નામની આજે જાહેરાત કરવામાં આવી છે. હાલમાં તેઓ સ્પેશિયલ ડિરેક્ટર જનરલ (SDG) તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે અને 1 ઑક્ટોબરથી તેઓ જમ્મુ કાશ્મીરના વડા તરીકેનો કાર્યભાર સંભાળી લેશે.
કેબિનેટની નિમણૂક સમિતિએ બુધવારે આંધ્ર પ્રદેશ કેડરના NSG ડીજી નલિન પ્રભાતની AGMUT કેડરમાં ત્રણ વર્ષના કાર્યકાળ માટે આંતર-રાજ્ય નિયુક્તિને મંજૂરી આપી હતી. વરિષ્ઠ IPS અધિકારી પ્રભાત હાલમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) ના મહાનિર્દેશક તરીકે સેવા આપી રહ્યા હતા.
હાલમાં આરઆર સ્વેન ડીજીપીના પદ પર તૈનાત છે. આ પછી નલિન પ્રભાત આ પદ સંભાળશે. તે હિમાચલ પ્રદેશના મનાલીના વતની છે. તેમની પાસે આતંકવાદ વિરોધી કામગીરીનો બહોળો અનુભવ છે. તેઓ અગાઉ નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ના ડાયરેક્ટર જનરલ અને જમ્મુ અને કાશ્મીરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)માં એડિશનલ ડિરેક્ટર જનરલ તરીકે સેવા આપી ચૂક્યા છે.
જમ્મુ અને કાશ્મીરમાં નલિન પ્રભાતની સર્વિસનો નોંધપાત્ર ઇતિહાસ છે. તેમણે ઉગ્રવાદના ચરમસીમાના સમયગાળા દરમિયાન અહીં સેવા આપી છે. તેમણે 2009ના લાલ ચોકમાં ફિદાયીન વિરોધી ઓપરેશનનું નેતૃત્વ કર્યું હતું. તેઓએ શ્રીનગરમાં પંજાબ હોટલ પર આતંકવાદીઓના હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.
જોકે, નલિન પ્રભાતે ડીજીપીની ભૂમિકા સંભાળતાની સાથે જ ઘણા પડકારોનો સામનો કરવો પડશે. જમ્મુ ક્ષેત્રમાં તાજેતરમાં આતંકવાદમાં વધારો થયો છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે.