જમ્મુ કાશ્મીરના કઠુઆમાં સુરક્ષા દળો અને આતંકવાદી વચ્ચે અથડામણ શરુ

કઠુઆ : જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આતંકી ગતિવિધી વધી છે. જેમાં હાલમાં જમ્મુના કઠુઆ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ બિલ્લાવર વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન જૈશ-એ-મોહમ્મદનો એક આતંકવાદી જોવા મળ્યો હતો. તેણે સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. જેની બાદ સુરક્ષા દળો અને પોલીસ જવાબી કાર્યવાહી શરુ કરી છે.
જૈશ કમાન્ડર માવી ફસાયો હોવાની શકયતા
આ અંગે મળતી માહિતી મુજબ જૈશ કમાન્ડર માવી ફસાયો હોવાની શકયતા છે. સુરક્ષા દળોએ બે થી ત્રણ આતંકવાદીઓ હોવાની માહિતીના આધારે બિલ્લાવરના કહોગ ગામ નજીકના જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેની બાદ આતંકી અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરુ થઈ હતી. જમ્મુના પોલીસ મહાનિરીક્ષક ભીમ સેન તુતીએ જણાવ્યું હતું કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનો અને આતંકીઓ વચ્ચે કઠુઆના કામધ નાલ્લાના જંગલ વિસ્તારમાં અથડામણ ચાલી રહી છે. જોકે, આ ઓપરેશન દરમિયાન સ્થાનિક નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી
રહી છે.
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આતંકી ગતિવિધી વધી
ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આતંકી ગતિવિધી વધી છે. જાન્યુઆરી 2026 પૂર્વે 7-8 જાન્યુઆરીએ આ જ વિસ્તારમાં એક એન્કાઉન્ટર થયું હતું. જેમાં એક સૈનિક ઘાયલ થયો હતો. વર્ષ 2025માં કઠુઆમાં પણ અનેક એન્કાઉન્ટર થયા હતા. માર્ચ 2025માં એન્કાઉન્ટર દરમિયાન બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.



