નેશનલ

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકી ઠાર

જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જેમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલા ઇનપુટના આધારે કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.ચિનાર કોર્પ્સના જણાવ્યા અનુસાર સેનાએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે આ ઓપરેશન હાથ ધર્યું હતું.

સર્ચ ઓપરેશન હાથ ધર્યું

આ ઓપરેશન દરમિયાન સેનાના જવાનો શંકાસ્પદ ગતિવિધિઓ જોતા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેની બાદ આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. જયારે સુરક્ષા દળોએ વળતો જવાબ આપ્યો હતો. સેનાએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લીધા છે. આ વિસ્તારમાં ઓપરેશન હજુ પણ ચાલુ છે અને વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ, બે આતંકી ઠાર

બે થી ત્રણ આતંકવાદીઓ સક્રિય

ઉલ્લેખનીય છે કે, 6 નવેમ્બરના રોજ સુરક્ષા દળોએ કિશ્તવાડ જિલ્લાના છત્રુ સબ ડિવિઝનના નાયડગામ વિસ્તારના કલાબન વન વિસ્તારમાં સતત બીજા દિવસે આતંકવાદીઓ માટે શોધ અભિયાન શરૂ કર્યું હતું. બુધવારે સવારે 7 થી 8 વાગ્યાની વચ્ચે તે જ જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં એક સૈનિક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને સારવાર માટે ઉધમપુરની ઉત્તરી કમાન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હજુ પણ આ વિસ્તારમાં આશરે બે થી ત્રણ આતંકવાદીઓ સક્રિય છે.

આ પણ વાંચો : કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ: સેનાના ગોળીબારમાં બે આતંકી ઠાર

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button