નેશનલ

Jammu Kashmir ની સાત બેઠકો જ્યાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ વચ્ચે હતી મૈત્રીપૂર્ણ લડાઈ…

શ્રીનગર : જમ્મુ-કાશ્મીર વિધાનસભા(Jammu Kashmir)ચૂંટણીના પરિણામો લગભગ સ્પષ્ટ થઈ ગયા છે. આ પરિણામોમાં નેશનલ કોન્ફરન્સ (NC)-કોંગ્રેસે જીત મેળવી છે. તેમજ સરકાર રચના માટે જરૂરી બહુમતી પાર કરી છે. આ ચૂંટણી એનસી-કોંગ્રેસ ગઠબંધને સાથે લડી હતી. કોંગ્રેસે 32 બેઠકો પર ચૂંટણી લડી હતી. જ્યારે નેશનલ કોન્ફરન્સે 51 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આ ઉપરાંત 7 બેઠકો પર બંને પક્ષો વચ્ચે મૈત્રીપૂર્ણ લડાઈ હતી. આ બંને પક્ષોએ આ સાત બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા.

આ પણ વાંચો : હરિયાણાની હારથી રાહુલ ગાંધીને પડશે સૌથી મોટો ફટકો, મહારાષ્ટ્ર અનેઝારખંડમાં કોંગ્રેસનું શું?

આ સાત બેઠકો બનિહાલ, ડોડા, ભદ્રવાહ, નગરોટા, સોપોર, બારામુલ્લા અને દેવસર હતી. આ સાતમાંથી નેશનલ કોન્ફરન્સે 4 બેઠક, AAPને 1 અને ભાજપને 2 બેઠકો મળી છે. તેથી જો આ સાત બેઠકોની જ વાત કરીએ તો કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી.

બનિહાલ બેઠક

નેશનલ કોન્ફરન્સના સજ્જાદ શાહીન બનિહાલ બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. તેમને 33128 મત મળ્યા હતા. કોંગ્રેસે બનિહાલ બેઠક પરથી વિકાર રસૂલ વાનીને ટિકિટ આપી હતી. તેઓ 2014 અને 2008માં કોંગ્રેસની ટિકિટ પર બે વખત અહીંથી જીત્યા હતા. તેમણે 2022 થી 2024 સુધી જમ્મુ અને કાશ્મીર કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.

ડોડા બેઠક

ડોડા બેઠક પર કોંગ્રેસ કે NC જીતી શકી નથી. અહીંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેહરાજ મલિક જીત્યા છે. તેમને 23228 મળ્યા હતા. મેહરાજ મલિક J-Kમાં AAPના પહેલા ધારાસભ્ય છે. ડોડા સીટ જમ્મુ વિસ્તારમાં આવે છે અને તે મુસ્લિમ બહુલ સીટ છે. સીમાંકન પછી, ડોડા વિધાનસભા બેઠકને બે બેઠકોમાં વહેંચવામાં આવી હતી, હવે, ડોડા પશ્ચિમ એક અલગ બેઠક છે. ડોડા પશ્ચિમ હિંદુ બહુમતી છે, જ્યારે ડોડા બેઠક મુસ્લિમ બહુમતી છે. 2014ની ચૂંટણીમાં અવિભાજિત ડોડામાં ભાજપનો વિજય થયો હતો. નેશનલ કોન્ફરન્સે ડોડા બેઠક પરથી ખાલિદ નજીબ સુહરવર્દીને ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસ પાર્ટીએ આ બેઠક પરથી શેખ રિયાઝને ટિકિટ આપી હતી.

ભદ્રવાહ બેઠક

ભદ્રવાહ બેઠક પરથી ભાજપના દિલીપ સિંહ જીત્યા છે. તેમને 42128 મત મળ્યા હતા. જમ્મુની આ બેઠકની વસ્તી પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે હિંદુઓ અને મુસ્લિમોની વસ્તી લગભગ સમાન છે. ભાજપે 2014માં આ સીટ જીતી હતી.
જયારે નેશનલ કોન્ફરન્સે ભાદરવાહ બેઠક પરથી શેખ મહેબૂબ ઈકબાલને ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસે નદીમ શરીફને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. તેઓ યુવા નેતા અને ગુલામ નબી આઝાદના સંબંધી છે.

નગરોટા બેઠક

નગરોટાથી ભાજપના દેવેન્દ્રસિંહ રાણા ચૂંટણી જીત્યા છે. નગરોટા જમ્મુ જિલ્લાની હિંદુ બહુમતી બેઠક છે. 2014માં દેવેન્દ્ર સિંહ રાણાએ નેશનલ કોન્ફરન્સની ટિકિટ પર આ સીટ જીતી હતી. રાણા આ વખતે ભાજપમાંથી લડ્યા અને જીત્યા. આ બેઠક પર નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે મૈત્રીપૂર્ણ મુકાબલો હતો. જોગીન્દર સિંહ નગરોટા બેઠક પરથી નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર હતા જ્યારે કોંગ્રેસના બલબીર સિંહ મેદાનમાં હતા.

સોપોર

સોપોરમાં નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર ઈર્શાદ રસૂલની જીત થઈ છે. તેમને 26975 મત મળ્યા છે. તેમની સામે કોંગ્રેસના અબ્દુલ રશીદ ડાર હતા.

બારામુલા બેઠક

બારામુલા બેઠક પર પણ કોંગ્રેસ અને એનસી બંનેના ઉમેદવારો સામ સામે હતા. જો પરિણામોની વાત કરીએ તો બારામુલા બેઠક પર એનસીના જાવેદ હસન બેગ જીત્યા છે. તેમને 22523 મત મળ્યા હતા. તેમની સામે કોંગ્રેસ તરફથી મીર ઈકબાલ અહેમદ મેદાનમા હતા.કોંગ્રેસના ઉમેદવાર મીર ઈકબાલને 4669 મત મળ્યા હતા.

આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરમાં AAPનું ખાતું ખોલનાર મેહરાજ મલિક કોણ છે…

દેવસર

દેવસર બેઠક પર એનસીના પીરઝાદા ફિરોઝ અહેમદ જીત્યા છે. 18230 મત મળ્યા હતા. તેમની સામે કોંગ્રેસના અમાન ઉલ્લાહ મન્ટુ મેદાનમાં હતા. જેઓ ચૂંટણી હારી ગયા છે. કોંગ્રેસના ઉમેદવારને માત્ર 4746 મત મળ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button