નેશનલ

જમ્મુ-કાશ્મીરમાં આવ્યો 5.8 ની તીવ્રતાનો ભૂકંપ, આંચકા અનુભવાતા લોકોમાં અફરાતફરીનો માહોલ

જમ્મુ-કાશ્મીરઃ આજે જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, જમ્મુ કાશ્મીરમાં આવેલા ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો અને લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાન હોવાનું પ્રકાશમાં આવ્યું છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં 5.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેની ઊંડાઈ 130 કિમીની હતી. સ્વાભાવિક છે કે, અફઘાનિસ્તાન પણ જમ્મુ અને કાશ્મીરની નજીક હોવાથી, ત્યાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.

ભારત સહિત પાકિસ્તાનમાં પણ અનુભવાયા આંચકા

શનિવારે બપોરે અફઘાનિસ્તાનમાં 5.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે પાકિસ્તાન અને ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા. ભારતમાં જમ્મુ અને કાશ્મીર, પંજાબ અને દિલ્હી એનસીઆર વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. જ્યારે પાકિસ્તાનની વાત કરવામાં આવે તો, ઈસ્લામાબાદ, લાહોર, પેશાવર, રાવલપિંડી અને ખૈબર પખ્તુનખ્વા પ્રદેશના વિવિધ ભાગોમાં ભૂકંપના આંચકા આવ્યાં હતાં. જો કે, રાહતની વાત એ છે કે કોઈ પણ પ્રકારના નુકસાન કે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ; જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા

2024 થી 2025 દરમિયાન કુલ 159 વખત ભૂકંપ આવ્યો

મહત્વની વાત છે કે, ભારતનો 59 ટકા ભાગ ભૂકંપગ્રસ્ત એટલે કે ભૂકંપને લઈને સંવેદનશીલ માનવામાં આવે છે. આંકડાની વાત કરવામાં આવે તો, અહીં પણ નવેમ્બર 2024 થી ફેબ્રુઆરી 2025 દરમિયાન કુલ 159 વખત ભૂકંપ આવ્યો છે. જેથી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ભૂકંપની દ્રષ્ટિએ ભારતને 4 ઝોનમાં વિભાજિત કર્યું છે, તેને સિસ્મિક ઝોન પણ કહેવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારતમાં ગમે ત્યારે વિનાશકારી ભૂકંપ આવે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

ભૂકંપની બચવા માટે સરકારે કેવા પ્રયત્નો કર્યા?

ભૂકંપ આવે તે પહેલા અનેક વખત આગાહી કરી દેવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ ભૂકંપથી બચવા માટે એક સિસ્ટમ પર સરકાર કામ પણ કરી રહી છે. ભારત સરકાર અત્યારે સમગ્ર દેશમાં ભૂકંપની પ્રારંભિક ચેતવણી પ્રણાલી (Earthquake Early Warning System) શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ઉત્તરાખંડમાં ભૂકંપની પ્રારંભિક ચેતવણી પ્રણાલી 2021થી સ્થાપીત કરી દેવામા આવી હતી. આમાંથી જે ભૂકંપના તારણો મળે છે તે BhuDEV (Bhukamp Disaster Early Vigilante) એપ પર મોકલવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button