
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં હાલ ઉત્સાહ પૂર્વક અમરનાથ યાત્રા ચાલી રહી છે. આ દરમિયાન અનેક શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે ત્યારે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ મોટી વાત કરી છે. તેમણે
બુધવારે ફરી એકવાર પહલગામ આતંકવાદી હુમલાની ભયાનકતાને યાદ કરી અને કહ્યું કે આવી ઘટનાઓને રોકવા માટે 24 કલાક સતર્ક રહેવાની જરૂર છે. 22 એપ્રિલ 2025 ના રોજ, દક્ષિણ કાશ્મીરના પહેલગામની બૈસરન ખીણમાં આતંકવાદી હુમલો થયો હતો. જેમાં 26 લોકો માર્યા ગયા હતા. જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા.
કાર્યવાહી માટે કોઈ નિશ્ચિત સમય મર્યાદા નહિ
જેમાં જમ્મુ અને કાશ્મીરમાં પર્યટનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું, “પહલગામ ઘટનાને યાદ કરીને કહ્યું કે આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે આપણે 24 કલાક સતર્ક રહેવું પડશે.જયારે પહલગામ હુમલાના ગુનેગારોની ધરપકડમાં વિલંબ વિશે પૂછવામાં આવતા મુખ્યમંત્રીએ કહ્યું કે તપાસમાં સમય લાગે છે અને આવી કાર્યવાહી માટે કોઈ નિશ્ચિત સમય મર્યાદા નથી.
પ્રવાસન ક્ષેત્રને વેગ મળવા અંગે આશાવાદી વલણ
આ ઉપરાંત સીએમ ઓમર અબ્દુલ્લાએ પ્રવાસન ક્ષેત્રને વેગ મળવા અંગે આશાવાદી વલણ અપનાવ્યું. તેમણે કહ્યું, જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસન ફરી સુધરી રહ્યું છે. પહલગામ હુમલા પહેલા કરતા હોટલના દર ઓછા હોય પરંતુ લોકો ચોક્કસપણે આવવા લાગ્યા છે. જેમાં અમરનાથ યાત્રાળુઓનો પણ સમાવેશ થાય છે.
પહલગામ રૂટથી દર્શન માટે જતા અમરનાથ યાત્રાળુઓ
જયારે હાલ પહલગામ રૂટ પર જ્યાં 22 એપ્રિલે આતંકવાદી હુમલો થયો હતો. ત્યાં અમરનાથ યાત્રાના ભક્તોમાં ઘણો ઉત્સાહ છે. આ વખતે દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા માટે પહોંચી રહ્યા છે. જેમાં મહદઅંશે લોકો પહલગામ રૂટને પસંદ કરી રહ્યા છે.
આ પણ વાંચો…અમરનાથ યાત્રાના કાફલાને નડયો વધુ એક અકસ્માત, ડ્રાઈવરને ઈજા ચાર યાત્રાળુઓનો બચાવ…