જમ્મુ કાશ્મીરના બારામુલામાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન, મળી આવ્યા વિસ્ફોટક અને અન્ય સામગ્રી

બારામુલા : જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો દ્વારા આતંકીઓ ઝડપવા સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં બારામુલાના સુચલીવારનના જંગલ વિસ્તારમાં ગુપ્ત માહિતીના આધારે સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ઓપરેશન પોલીસ, સીઆરપીએફ, એએસટી અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સામેલ છે. જેમાં સુરક્ષા દળોએ એક આતંકીઓના છુપાવાનું સ્થાન મળી આવ્યું છે. આ સ્થળેથી શંકાસ્પદ વસ્તુઓ અને વિસ્ફોટકો મળી આવ્યા છે.
આતંકી ઠેકાણાનો નાશ કરવામાં આવ્યો
આ અંગે સુરક્ષા દળોને મળેલી ગુપ્ત માહિતીના આધારે બારામુલ્લાના સુચલીવારન જંગલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતી. જેમાં આતંકવાદીઓના ઠેકાણામાંથી ચોવીસ કાટ લાગેલી AK-47 ગોળીઓ, બે હેન્ડ ગ્રેનેડ, માંસાહાર ભરેલો ડબ્બો, દવાઓ, વાયરલેસ એન્ટેના, કરવત, છત્રી, જૂતા, કુહાડી, વાયર કટર અને અન્ય રોજિંદી વસ્તુઓ મળી આવી હતી. જેની બાદ આ ઠેકાણાનો નાશ કરવામાં આવ્યો હતો.આ ઓપરેશનમાં જાનહાનીના કોઈ અહેવાલ નથી.
આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાંથી ઘરમાંથી ખોરાક લઈને ફરાર થયા બે આતંકી, સર્ચ ઓપરેશન શરુ…
આ સર્ચ ઓપરેશન દરમિયાન એસીક્લોફેનાક, પેરાસીટામોલ અને ક્લોરઝોક્સાઝોન સહિતની કેટલીક દવાઓ પણ મળી આવી હતી. આ સામગ્રી સ્પષ્ટપણે દર્શાવે છે કે આ છુપાવાનું સ્થળ લાંબા સમયથી ઉપયોગમાં લેવામાં આવતું હતું.



