Jammu-Kashmir accident: જમ્મુ-શ્રીનગર હાઈવે પર જઈ રહેલી કાર ખીણમાં ખાબકતાં 10નાં મોત

શ્રીનગર: ગત મોડી રાત્રે જમ્મુ-શ્રીનગરના રામબન વિસ્તારના બેટરી ચશ્મા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જમ્મુ-શ્રીનગર હાઈવે પર એક પેસેન્જર વાહન ખીણમાં ખાબકતાં દસ લોકોનાં મોત થયાં છે. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના મોડી રાત્રે લગભગ 1.15 વાગ્યે બની હતી વાહન શ્રીનગરથી જમ્મુ તરફ જઈ રહ્યું હતું.
ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ પુલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યાર બાદ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) અને રામબનની સિવિલ ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT)ને દુર્ઘટનાની માહિતી મળતાં ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી કરવા શરુ કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુરુવારે મોડી સાંજે જમ્મુથી શ્રીનગર જઈ રહેલી કેબ રામબન જિલ્લાના બેટરી ચશ્મા પાસે પહોંચી ત્યારે ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા વાહણ ખીણમાં ખાબક્યું હતું.
વિસ્તારમાં ભારે વરસાદને કારણે બચાવ કાર્ય મુશ્કેલ બન્યું હતું. વરસાદ અને અંધકારને કારણે, બચાવ કામગીરી થઇ શકી ન હતી. આજે વહેલી સવારે સવારે બચાવ કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી.
બચાવ ટીમે તમામ મૃતકોના મૃતદેહ બહાર કાઢ્યા છે.