જમ્મુ કાશ્મીરમાં પુંછ સરહદે પાકિસ્તાનના છ ડ્રોન ઉડતા જોવા મળ્યા,સુરક્ષા દળો એલર્ટ…

પુંછ : જમ્મુ કાશ્મીરમાં પહલગામ આતંકી હુમલા બાદ ભારતના ઓપરેશન સિંદૂર પછી પણ પાકિસ્તાનની શાન હજુ ઠેકાણે નથી આવી. જેમાં હવે જમ્મુ કાશ્મીરના પુંછમાં એલઓસીની આસપાસના વિસ્તારોમાં પાકિસ્તાનના છ ડ્રોન ઉડતા જોવા મળ્યા છે. તેની બાદ સુરક્ષા દળોએ તપાસ શરુ કરી છે.
ડ્રોન ખુબ ઉંચાઈ પર ઉડતા હતા
આ અંગે સેનાના અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે રાત્રે 9. 15 વાગ્યે મેઢર સેક્ટર બાલાકોટ, લાંગોટે અને ગુરસાઈ નાલે પર સરહદ પારથી ડ્રોનની ગતિવિધી જોવા મળી હતી. તેમજ સુરક્ષા દળોને આશંકા હતી કે ડ્રોનને દેખરેખ માટે છોડવામાં આવ્યા છે. આ ખુબ ઉંચાઈ પર ઉડતા હતા અને થોડી વારમાં પાકિસ્તાનની સીમામાં પરત ફર્યા હતા.
વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી
જોકે, પાકિસ્તાનની શંકાસ્પદ ગતિવિધી બાદ વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે. તેમજ જે વિસ્તારમાં ડ્રોનની ગતિવિધી જોવા મળી તે વિસ્તારની તપાસ શરુ કરવામાં આવી છે. તેમજ આ વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે
કે ડ્રોનની મદદથી હથિયાર કે માદક પદાર્થ ફેંકવામાં નથી આવ્યા.
સુરક્ષા એજન્સીઓ માટે મોટો પડકાર
ઉલ્લેખનીય છે કે, છેલ્લા અનેક વર્ષોમાં પાકિસ્તાન દ્વારા હથિયાર અને માદક પદાર્થ ફેંકવા માટે ડ્રોનનો ઉપયોગ સુરક્ષા
એજન્સીઓ માટે મોટો પડકાર છે. જેમાં પોલીસે ફેબ્રુઆરી માસમાં ઉડતા ડ્રોન જોવાની માહિતી આપનારને ત્રણ લાખ રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી હતી.
આ પણ વાંચો…જમ્મુ-કાશ્મીરમાં લેન્ડમાઇન વિસ્ફોટમાં એક જવાન શહીદઃ ટીઆરએફે જવાબદારી લીધી…