
રિયાસી: જમ્મુ કાશ્મીરના રામબનમાં વાદળ ફાટવાની ઘટના બાદ રિયાસી જીલ્લામાં પણ વાદળ ફાટ્યા બાદ ભૂસ્ખલન થયું છે. જેમાં સાત લોકોના મોત થયા છે.
આ અંગે માહોરના ધારાસભ્ય મોહમ્મદ ખુર્શીદે જણાવ્યું હતું કે ગામમાં રાત્રે પરિવાર ઉંધી રહ્યો હતો. ત્યારે અચાનક કાટમાળ આવ્યો હતો જેમાં ઘર દબાયા હતા. જયારે સ્થાનિક લોકોએ બચાવ કરીને શબોને બહાર કાઢ્યા હતા.
આ ઘટના સવારે ઘટી હતી
આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે , આ ઘટના સવારે ઘટી હતી જયારે ભૂસ્ખલનના લીધે પહાડના ઢોળાવ પર સ્થિત ઘર કાટમાળમાં દબાઈ ગયું હતું. જેમાં પરિવારના અનેક સભ્યો હતા.
આ દુર્ઘટનાની જાણ થતા પોલીસ અને બચાવ દળના સભ્યો ઘટના સ્થળે પહોંચ્યા હતા. જીલ્લા વહીવટીતંત્રએ પહાડી અને ભૂસ્ખલન સંભવિત વિસ્તારોમાં રહેતા લોકોને સર્તક રહેવા અપીલ કરી છે.
રામબન જીલ્લામાં મોડી રાત્રે વાદળ ફાટ્યું ત્રણના મોત
ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના શ્રીનગરના રામબન જીલ્લામાં મોડી રાત્રે વાદળ ફાટ્યું હતું. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. તેમજ અનેક લોકો ગુમ થયા છે. આ દુર્ઘટનાની જાણ થતા બચાવ અને રાહત દળ ઘટના સ્થળે પહોંચ્યા છે. તેમજ ગુમ થયેલા લોકોની શોધખોળ શરુ કરવામાં આવી છે.
રામબનના ગડગ્રામમાં વાદળ ફાટવાની ઘટના
આ દુર્ઘટના અંગે સ્થાનિક અધિકારીઓ જણાવ્યું કે રામબનના ગડગ્રામમાં વાદળ ફાટવાની ઘટના બની છે. જેમાં ત્રણ શબ મળી આવ્યા છે. જયારે બે લોકો ગુમ છે. તેમજ બે અન્ય ગુમ થયેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.
આ દુર્ઘટનાની જાણ થતા સ્થાનિક વહીવટી અધિકારીઓ રાત્રે બે વાગ્યેની આસપાસ સ્થળ પર પહોંચ્યા હતા. સમગ્ર વહીવટીતંત્ર કામે લાગ્યું છે. તેમજ લોકોને જરૂરી સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો…જમ્મુ કાશ્મીરના રામબનમાં વાદળ ફાટ્યું, ત્રણ લોકોના મોત…