નેશનલ

જમ્મુ કાશ્મીરમાં અનામત મુદ્દે રાજકારણ ગરમાયું, સજ્જાદ લોને નવા રાજકીય જોડાણની જાહેરાત કરી

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જેમાં હવે જમ્મુ કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લા વિરુદ્ધ સ્થાનિક પાર્ટીઓએ ભેગા મળીને અનામત મુદ્દે મોરચો માંડ્યો છે. જેના પગલે જમ્મુ અને કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સ (JKPC)ના પ્રમુખ સજ્જાદ લોનએ સોમવારે શ્રીનગરમાં એક નવા રાજકીય જોડાણની જાહેરાત કરી. આ જોડાણનું નામ ‘પીપલ્સ એલાયન્સ ફોર ચેન્જ’ છે. આ જોડાણમાં સજ્જાદ લોનની જમ્મુ કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સ (JKPC),હકીમ મોહમ્મદ યાસીનની પીપલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ (PDF)અને જસ્ટિસ એન્ડ ડેવલપમેન્ટ ફ્રન્ટ (JDF)નો સમાવેશ થાય છે.

જનતાના તમામ મુદ્દાઓ ઉઠાવશે

આ નવા રાજકીય જોડાણ પ્રસંગે સજ્જાદ લોનએ કહ્યું કે આજે અમે જે જોડાણની જાહેરાત કરી રહ્યા છીએ તે અમારા પર શાસન કરનારા રાજકીય જોડાણોનો વિકલ્પ હશે. આ એક ચૂંટણી જોડાણ છે અને જનતાના તમામ મુદ્દાઓ ઉઠાવશે.
સજ્જાદ લોન હંદવાડાના ધારાસભ્ય છે. તેઓ વર્ષ 2014-2018 સુધી ભાજપ-પીડીપી ગઠબંધન સરકાર દરમિયાન મંત્રી હતા. જ્યારે સજ્જાદ લોન ઓમર અબ્દુલ્લા સરકાર પર પ્રહાર કરી રહ્યા છે.

કોંગ્રેસ અને ડાબેરી પક્ષો કાશ્મીરમાં સરકારને ટેકો આપી રહ્યા છે. બીજી તરફ, મહેબૂબા મુફ્તીના પીડીપી અને જેકેપીસી વિરોધ પક્ષમાં છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે સજ્જાદ લોનના નવા ગઠબંધન પછી કેવા પ્રકારનો રાજકીય માહોલ ઉભરે છે.

નિશાન પર ઓમર અબ્દુલ્લા

સજ્જાદ લોને અનામતના મુદ્દા પર ઓમર અબ્દુલ્લા સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ભરતી અધિકારીઓ દ્વારા સતત યાદીઓ બહાર પાડવામાં આવી રહી છે. અમે જે કહી રહ્યા છીએ તે આંકડાકીય રીતે સાચું સાબિત થઈ રહ્યું છે. તાજેતરમાં જાહેર કરાયેલી જુનિયર સહાયકોની યાદીમાં, 26 માંથી ફક્ત 5 જ કાશ્મીરના છે. આ હવે અપવાદ નથી.

અનામત એક પ્રાદેશિક મુદ્દો

સજ્જાદ લોનએ કહ્યું કે, અનામત એક પ્રાદેશિક મુદ્દો છે જે કાશ્મીર ક્ષેત્રના રહેવાસીઓને બાકાત રાખવા માટે વ્યવસ્થિત રીતે બનાવવામાં આવ્યો છે. જ્યાં સુધી આપણે સાચું નહીં કહીએ, ત્યાં સુધી આપણા યુવાનો પરનો આ શાપ પોતાની મેળે દૂર થશે નહીં. મધ્યમ માર્ગ અપનાવવાથી અને મતોને અનામત સાથે ભેળવવાથી વિનાશ સર્જાશે. ભરતી યાદીઓમાંના આંકડા જૂઠાણા નથી. આપણું મૌન જૂઠાણું છે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button