J-K: 3 LeT Terrorist Associates Arrested in Baramulla
નેશનલ

બારામુલામાંથી પકડાયા લશ્કરના 3 મદદગારો

યુવાનોને આતંકવાદી સંગઠનમાં ભરતી કરવાની યોજના બનાવી રહ્યા હતા

જમ્મુ કાશ્મીર: જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ તેમની નાપાક યોજનાઓ છોડી રહ્યા નથી. તેઓ પોતાના મદદગારો દ્વારા ખીણનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, સુરક્ષા દળો પણ આતંકવાદીઓ પર સતત કડક કાર્યવાહી કરી રહ્યા છે. સુરક્ષા દળોએ રવિવારે એક મોટા આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે અને લશ્કર-એ-તૈયબા આતંકવાદી સંગઠનના ત્રણ મદદગારોની ધરપકડ કરી છે.

તેમની યોજના યુવાનોને પોતાની સંસ્થામાં સામેલ કરવાની હતી. બારામુલા પોલીસને તેમના કબજામાંથી 3 હેન્ડ ગ્રેનેડ અને 30 એકે-47 લાઈવ રાઉન્ડ સહિતની ગુનાહિત સામગ્રી પણ મળી આવી છે.

મળતી માહિતી મુજબ, સુરક્ષા દળોએ પોલીસ સાથે મળીને ચક ટપ્પર ખાતે સંયુક્ત નાકાબંધી કરી હતી. આ દરમિયાન તેમણે એક મહિલા સહિત ત્રણ શંકાસ્પદ લોકોને પગપાળા આવતા જોતા તેઓને રોકીને તલાશી લેવામાં આવી હતી. તલાશી દરમિયાન પોલીસે તેમની પાસેથી ચીનમાં બનેલા ત્રણ હેન્ડગ્રેનેડ અને AK-47ના 30 જીવંત રાઉન્ડ મળી આવ્યા હતા.


શંકાસ્પદોની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે બારામુલ્લાના આ ત્રણ રહેવાસીઓ લશ્કર-એ-તૈયબા આતંકવાદી સંગઠનના મદદગાર હતા. તેઓએ ક્રેરીના ચાર યુવકોની ઓળખ કરી હતી અને તેમને સક્રિય કરીને આતંકવાદી સંગઠનમાં સામેલ કરવા જઈ રહ્યા હતા. પોલીસે આ મામલે ક્રેરી પોલીસ સ્ટેશનમાં UA(P) અને આર્મ્સ એક્ટની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. તેમજ તપાસ શરૂ કરી છે.


નોંધનીય છે કે ગયા મહિને જ પોલીસે ઉરી અને બારામુલામાંથી બે આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો અને 8 આતંકવાદીઓની ધરપકડ કરી હતી

Back to top button