જમ્મુ કાશ્મીરમાં કિશ્તવાડમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ

કિશ્તવાડ : જમ્મુ કાશ્મીરમાં પહલગામ આતંકી હુમલા બાદ સુરક્ષાદળો સતત આતંકીઓને નાબુદ કરવાના પ્રયાસમાં છે. જેમાં ચાલી રહેલા ઓપરેશનમાં શુક્રવારે સાંજે સુરક્ષા દળો અને છુપાયેલા આતંકીઓ વચ્ચે કિશ્તવાડમાં અથડામણ શરુ થઈ છે. આ અંગે સેનાએ આપેલી જાણકારી મુજબ હજુ પણ અથડામણ ચાલુ છે.
રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આર્મીના વ્હાઈટ નાઈટ કોર્પના એક્સ એકાઉન્ટ પર જણાવવામાં આવ્યું છે કે, કિશ્તવાડના ગુપ્ત માહિતીના આધારે શુક્રવારે રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં છુપાયેલા આતંકી જોવા મળ્યા હતા. તેની બાદ સામસામે ગોળીબાર શરુ થયો છે. જેમાં હજુ સુધી કોઈ માહિતી મળી નથી.
20 હેન્ડ ગ્રેંનેડ અને અન્ય સ્ફોટક સામગ્રી મળી આવી
આ ઉપરાંત વ્હાઈટ નાઈટ કોર્પના એક્સ એકાઉન્ટ પર જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તેમજ જમ્મુ કાશ્મીર પોલીસની ગુપ્ત માહિતીના આધારે પુંછ સેક્ટરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એકે સિરીઝનું હથિયાર, ચાર એકે મેગજીન, 20 હેન્ડ ગ્રેંનેડ અને અન્ય સ્ફોટક સામગ્રી મળી આવી છે.
આ પણ વાંચો…જમ્મુ કાશ્મીરમાં પુંછ સરહદે પાકિસ્તાનના છ ડ્રોન ઉડતા જોવા મળ્યા,સુરક્ષા દળો એલર્ટ…