જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, બે આંતકી ઠાર | મુંબઈ સમાચાર
નેશનલ

જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, બે આંતકી ઠાર

કુપવાડા : જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સતત આતંકવાદ વિરોધી કામગીરી અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યારે માછિલ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. જેમાં ગત રાત્રે શરૂ થયેલા ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

આ અંગે મળતી માહિતી મુજબ સેનાના જવાનોને નિયંત્રણ રેખા પર ગતિવિધી જોવા મળી હતી. જેની બાદ સર્ચ શરુ કરવામાં આવ્યું હતું. તેમજ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતું. જેની બાદ સુરક્ષા કારણોસર અનેક રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું હતું.

આતંકવાદીઓ અલગ અલગ લોન્ચ પેડ સક્રિય

આ ઉપરાંત શિયાળાની શરુઆતના પગલે બીએસએફ પણ બોર્ડર પર એલર્ટ મોડમાં છે. કારણ કે આ સમયગાળા દરમિયાન ઘૂસણખોરીના પ્રયાસ કરવામાં આવે છે. આ અંગે બીએસએફના એક અધિકારીએ જણાવ્યું કે અમને ઘૂસણખોરીની ગુપ્ત માહિતી મળી છે. આતંકવાદીઓ અલગ અલગ લોન્ચ પેડ પર ઘાટીમાં ઘૂસણખોરી કરવાની રાહ જોઈ રહ્યા છે.

સરહદ પર સતર્કતા વધારી

બીએસએફના એડિશનલ ડાયરેક્ટર જનરલ સતીશ એસ. ખંડારેએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે એવું જોવા મળે છે કે શિયાળા પહેલા ઘૂસણખોરીના પ્રયાસો વધી જાય છે. જેના લીધે જવાનો અને અધિકારીઓને એલર્ટ પર રાખ્યા છે અને સરહદ પર સતર્કતા વધારી છે.

આ પણ વાંચો…જમ્મુ અને કાશ્મીરમાં સેનાના કેમ્પમાં ગ્રેનેડ બ્લાસ્ટ; એક જવાન શહીદ…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button