દિવાળીની તૈયારીઓ દરમિયાન દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયામાં વિદ્યાર્થીઓ બાખડ્યા, પોલીસ તૈનાત
દિલ્હી: હિંદુ ધર્મના સૌથી મહત્વના તહેવાર દિવાળીને આડે હવે ગણતરીના દિવસો જ રહ્યા છે, લોકો આ તહેવારની ઉજવણી માટે તૈયારીઓ કરી રહ્યા છે. એવામાં ગઈકાલે મંગળવારે રાત્રે દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા(Jamia Millia Islamia)ના કેમ્પસમાં દિવાળીની તૈયારીઓ દરમિયાન હોબાળો થયો હતો. દિવાળીના અવસરે યોજાયેલા રંગોળીના કાર્યક્રમ બાદ મંગળવારે જામિયા કેમ્પસની બહાર બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી અને પોલીસની ટીમ તૈનાત કરવામાં આવી હતી.
| Also Read: Cyclone Dana: ઓડિશાના પુરી અને પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ વચ્ચે લેન્ડફોલ થશે, આ રાજ્યોમાં થશે અસર
આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર થઇ રહ્યો છે, એક જૂથ જામિયા કેમ્પસમાં દિવાળીની ઉજવણી દરમિયાન કથિત રીતે સૂત્રોચ્ચાર કરતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર વહેતી થયેલી અન્ય વિડીયો ક્લિપ્સમાં, કેટલાક વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે લોકોના એક જૂથે દિવાળીની ઉજવણીમાં વિક્ષેપ પાડ્યો હતો અને ‘પેલેસ્ટાઈન ઝિંદાબાદ’ ના નારા લગાવ્યા હતા.
આ ઘટના ભારતીય જનતા પાર્ટી (BJP) ની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આયોજિત વાર્ષિક દિવાળી ઉજવણી કાર્યક્રમ દરમિયાન બની હતી.
| Also Read: એમવીએ અને મહાયુતીમાં ફાયનલ થયું સિટ શેરિંગ? કોના ભાગે શું આવ્યું જાણો…
કથિત રીતે એક ટોળાએ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલી રંગોળીઓને કથિત રૂપે બગાડ્યા બાદ ઝપાઝપી થઈ હતી, ત્યાર બાદ બંને જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. અહેવાલ મુજબ, ટોળામાં સામેલ લોકોએ પગથી દિવડાઓ ઉડાવી દીધા હતા.
પોલીસના અધિકારીના જણાવ્યા મુજબ, “આ ઘટના ગેટ 7 નજીક સાંજે 7:30-8 વાગ્યાની આસપાસ બની હતી. ABVP સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓનું એક જૂથ દિવાળી માટે દીવાઓ અને રંગોળીઓ બનાવી રહ્યું હતું, જેનાથી વિદ્યાર્થીઓના જૂથે સજાવટને વિખેરી નાખી હતી, જેના કારણે મારામારી થઈ હતી. બંને પક્ષે સૂત્રોચ્ચાર થયા હતા.”
| Also Read: ફ્લાઇટમાં બોમ્બની ધમકીઓ પર ધમકી આપી રહ્યા છે આ X હેન્ડલ, કરોડો રૂપિયાનું થઈ ચૂક્યું છે નુકસાન…
સુરક્ષાકર્મીઓએ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. જામિયા મિલિયા ઇસ્લામિયાના દરવાજાની બહાર રાતોરાત પોલીસ તૈનાત કરવામાં આવી હતી.