ઇન્ટરનેશનલનેશનલ

Islamabadમાં બેસીને જયશંકરે પાકિસ્તાન, ચીનને લગાવી ફટકાર

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા પાકિસ્તાનના પ્રવાસે ગયેલા વિદેશ પ્રધાન એસ જયશંકરે ચીન અને પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો છે. SCO સમિટને સંબોધિત કરતી વખતે વિદેશ પ્રધાન એસ જયશંકરે પાકિસ્તાન-ચીન CPEC પ્રોજેક્ટને કારણે ભારતના સાર્વભૌમત્વના ઉલ્લંઘનનો મુદ્દો ઉઠાવ્યો હતો.

વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે SCOના સભ્ય દેશો વચ્ચે સહકાર પરસ્પર સન્માન અને સાર્વભૌમ સમાનતા પર આધારિત હોવો જોઈએ. એ જરૂરી છે કે તમામ દેશો પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વને માન્યતા આપે, જે માટે એકપક્ષીય એજન્ડાને અનુસરવાને બદલે એક વાસ્તવિક ભાગીદારીનું નિર્માણ થવું જોઇએ. CPEC તરફ ઈશારો કરતા વિદેશ પ્રધાને કહ્યું હતું કે જો આપણે વેપાર અને વ્યાપારી માર્ગો માટે વિશ્વની કેટલીક પસંદગીની પ્રથાઓને જ આગળ વધારીશું તો SCO પ્રગતિ કરી શકશે નહીં. 

નોંધનીય છે કે ભારત CPECને લઈને ચિંતિત છે કારણ કે આ પ્રોજેક્ટ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાંથી પસાર થાય છે, ભારત આ વિસ્તારને પોતાનું અભિન્ન ભાગ માને છે. 

વિદેશ પ્રધાન એસ જયશંકરે SCO સમિટમાં એમ પણ કહ્યું હતું કે SCOનું પ્રાથમિક લક્ષ્ય આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદનો સામનો કરવાનું છે. વર્તમાન સમયમાં આ બાબત વધુ મહત્વની છે. આ માટે પ્રમાણિક સંવાદ, વિશ્વાસ, સારા પડોશી અને SCO ચાર્ટર પ્રત્યે પ્રતિબદ્ધતાની જરૂર છે. SCO ને આ ‘ત્રણે અનિષ્ટો’ સામે લડવા માટે મક્કમ અને દૃઢ નિશ્ચયની જરૂર છે.

તેમણે કહ્યું કે ગ્લોબલાઈઝેશન અને રિબેલેન્સિંગ એ વર્તમાન સમયની હકીકત છે. SCO દેશોએ આને આગળ વધારવાની જરૂર છે. વિદેશ પ્રધાને કહ્યું હતુ કે પરસ્પર સન્માન અને સાર્વભૌમત્વ સમાનતા પર આધારિત હોવું જોઈએ, પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વને માન્યતા આપવી જોઈએ અને એકતરફી એજન્ડા પર નહીં પરંતુ વાસ્તવિક ભાગીદારી પર નિર્માણ થવું જોઈએ.

SCO ખાસ કરીને વેપાર અને પરિવહનમાં કેટલીક વૈશ્વિક પ્રથાઓ પસંદ કરીને પ્રગતિ કરી શકશે નહીં.  SCO એ UNSCમાં સુધારા માટે પહેલ કરવી જોઈએ વિદેશ પ્રધાને કહ્યું હતું કે SCO એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ કે વૈશ્વિક સંગઠનો સુધારા સાથે ગતિ જાળવી રાખે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સહભાગિતા વધારવા, તેને પારદર્શક, કાર્યક્ષમ, અસરકારક, લોકતાંત્રિક અને જવાબદાર બનાવવાના પ્રયાસો કરવા જોઈએ.  

પોતાના સંબોધનમાં ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે પાકિસ્તાની લોકો સાથે સંવાદ સાધવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જો વિશ્વાસનો અભાવ હોય અથવા અપૂરતો સહકાર હોય, જો મિત્રતા ઓછી થઈ ગઈ હોય અને સારા પડોશીની ભાવના ઘણી ઓછી થઈ ગઈ હોય, તો આત્મનિરીક્ષણ અને કારણોના ઉકેલ શોધવા જોઇએ. 

જયશંકરે કહ્યું હતું કે, જો આપણે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે SCO ના ચાર્ટરનું પાલન કરીશું, તો જ આપણે તેના સંપૂર્ણ લાભ ઉઠાવી શકીશું. આ ફક્ત આપણા પોતાના ફાયદા માટે નથી. એ વેપાર, રોકાણ, કનેક્ટિવિટી, ઊર્જા પ્રવાહ અને અન્ય સહયોગ જેવી નવી તકો પૂરી પાડે છે. આનાથી આપણા પ્રદેશને ઘણો ફાયદો થશે તેમાં કોઈ શંકા નથી. એટલું જ નહીં પરંતુ અન્ય લોકો પણ આ પ્રયાસોમાંથી પ્રેરણા અને બોધપાઠ લેશે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button