જમ્મુ કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદનું આતંકી નેટવર્ક ઝડપાયું, એકની ધરપકડ વિસ્ફોટક પણ મળ્યા

અવંતીપોરા : દિલ્હી વિસ્ફોટ કેસની તપાસ તેજ કરવામાં આવી છે. આ દરમિયાન જમ્મુ કાશ્મીરમાં પોલીસ અને સુરક્ષાદળોને આતંકી નેટવર્કને શોધવામાં મોટી સફળતા મળી છે. જેમાં અવંતીપોરા પોલીસે સુરક્ષા દળો સાથે મળીને પ્રતિબંધિત સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો છે. આતંકવાદીઓને ટેકો આપનાર એક સાગરિતની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમજ પોલીસે વિસ્ફોટક પણ જપ્ત કર્યા છે.
નઝીર અહમદ ગનઈની ધરપકડ
આ અંગે મળતી માહિતી મુજબ નાનેર મિદુરામાં આતંકવાદી છુપાયા હોવા અંગેની ચોક્કસ માહિતી મળી હતી. જેના આધારે અવંતીપોરા પોલીસ અને સુરક્ષા દળોએ સાથે મળીને આ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. જે દરમિયાન જૈશના આતંકવાદી સાથે જોડાયેલા સાગરિતની ધરપકડ કરવામાં આવી છે. જેની ઓળખ મોહલ્લા નાનેરના નઝીર અહમદ ગનઈ તરીકે થઈ હતી.
આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટ: જૈશ-એ-મોહમ્મદ ભારતમાં ‘આત્મઘાતી બોમ્બર’ તૈયાર કરવા ડિજિટલ હવાલાથી કરી રહ્યું છે ફંડિંગ…
વિસ્ફોટકો જપ્ત કર્યા
આ આરોપીની પૂછતાછ બાદ તેણે બગીચામાં છુપાવવાના સ્થળની ઓળખ જાહેર કરી હતી. સુરક્ષા દળોએ આરોપીના છુપાવાના સ્થળેથી બે હેન્ડ ગ્રેનેડ, એક ડેટોનેટર અને અન્ય વિસ્ફોટકો જપ્ત કર્યા. જે વધુ તપાસ માટે જપ્ત કરવામાં આવ્યા છે.



