નેશનલ

જયપુરના આ લોકરમાંથી અધધધ…. સોનું અને રૂપિયા નીકળી રહ્યા છે કરોડોની રોકડ અને સોનું મળી આવ્યું

જયપુરઃ રાજસ્થાનમાં હાલમાં ચૂંટણીનો માહોલ છે. ભાજપ અને કૉંગ્રેસ બંને મુખ્ય પક્ષ વચ્ચે ભારે સ્પર્ધા છે. તો બીજી તરફ જયપુરમાં ઈન્કમટેક્સ વિભાગની સતત કાર્યવાહી ચર્ચામાં છે. રાજ્યની રાજધાની જયપુરમાં આવકવેરા વિભાગ ગણપતિ પ્લાઝાના રોયલ સેફ્ટી વોલેટ લોકરની તપાસ કરી રહ્યું છે. જેમ જમીનમાંથી લાવા નીકળે એમ અહીંના લોકરોમાંથી સોનુ અને નાણા નીકળી રહ્યા છે, જે જોઇને આવકવેરા વિભાગવાળા પણ આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયા છે. અહીં આવકવેરા વિભાગે અત્યાર સુધીમાં કરોડો રૂપિયા અને કેટલાય કિલો સોનું અને બીજી ઘણી વસ્તુઓ રિકવર કરી છે.

ઈન્કમટેક્સ વિભાગની આ કાર્યવાહીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના ઘણા નેતાઓ કોંગ્રેસ અને અશોક ગેહલોત સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. શુક્રવાર 17મી નવેમ્બરે ગણપતિ પ્લાઝાના અનેક લોકર ખોલવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે કુલ 210 લોકરની ઓળખ કરવામાં આવી છે. આમાંથી 189 લોકર ધારકોને 7 તબક્કામાં સમન્સ જારી કરવામાં આવ્યા હતા. 21 લોકર્સ પાસે KYC નથી અથવા ધારકોની બહુ ઓછી માહિતી છે, જેમની ઓળખ થઈ શકી નથી, તેથી સમન્સ મોકલી શકાયા નથી. મોટાભાગના લોકર્સનો કોઈ ઓપરેશનલ ઈતિહાસ પણ નથી અને ઘણા છેલ્લા 6 વર્ષમાં ઓપરેટ થયા નથી. આ 210 લોકરમાંથી 166 લોકર ખોલીને 10.99 કરોડ રૂપિયાની રોકડ અને 11.315 કિલો સોનું મળી આવ્યું છે.

ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ કિરોડીલાલ મીણાએ થોડા દિવસો પહેલા આરોપ લગાવ્યો હતો કે રાજસ્થાનમાં પેપર લીકથી ગેરકાયદે ખંડણીની રકમ અહીંના લોકરમાં રાખવામાં આવી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે ગણપતિ પ્લાઝાના ભોંયરામાં બનેલા 100 લોકરમાં 500 કરોડ રૂપિયાનું કાળું નાણું અને 50 કિલો સોનું જમા કરવામાં આવ્યું હતું. તેમણે કેન્દ્ર સરકાર અને વિવિધ તપાસ એજન્સીઓને આ મામલે તપાસ કરવાની માંગ કરી હતી. આ બિનહિસાબી કાળુ નાણુ કોનું છે અને આ ભળતા નામે જ જારી કરવામાં આવેલા લોકરોમાં રાખવામાં આવેલા કરોડોના કાળા નાણા અંગે વધુ તપાસ ચાલી રહી છે

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…