નેશનલ

જયપુરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સુરક્ષામાં ચૂક, પોલીસ અધિકારી એસ્કોર્ટ કારમાંથી નીચે પટકાયા…

જયપુર : જયપુરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મુલાકાત દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ચૂક પ્રકાશમાં આવી છે. જેમાં રાષ્ટ્રપતિના કાફલામાં એક પોલીસ અધિકારી એસ્કોર્ટ કારમાં ચઢતા સમયે ઘાયલ થયા હતા.આ ઘટના સ્ટેટ હેંગરની બહાર બની હતી જ્યાં તેઓ અચાનક ચાલતા એસ્કોર્ટ વાહનમાંથી નીચે પડી ગયા હતા.

તેમના માથામાં ઈજા થઈ છે. આ દુર્ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. તેમજ આ સમગ્ર ઘટનાને ગંભીર ગણવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન અત્યંત કડક સુરક્ષા પ્રોટોકોલ હોય છે. આ ઘટનાએ ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે.

અધિકારીઓએ પરિસ્થિતિને તાત્કાલિક કાબૂમાં લીધી

આ અંગે મળતી માહિતી મુજબ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જયપુરની મુલાકાતે હતા. તેમનો કાફલો સ્ટેટ હેંગરની બહારથી પસાર થઈ રહ્યો હતો. એસ્કોર્ટ કારમાં ચઢતી વખતે એક પોલીસ અધિકારીએ પોતાનું સંતુલન ગુમાવ્યું અને જમીન પર પડી ગયા હતા. તેમજ ઘટનાસ્થળે હાજર અન્ય સુરક્ષા કર્મચારીઓ અને અધિકારીઓએ પરિસ્થિતિને તાત્કાલિક કાબૂમાં લીધી હતી.

આ પણ વાંચો…રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મોટી દુર્ઘટના ટળી: કેરળ પ્રવાસ દરમિયાન હેલિકોપ્ટર લેન્ડ થતાં હેલિપેડ થયું ધરાશાયી

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button