નેશનલ

Jaipur Airport ને બોમ્બથી ઉડાવવાની ધમકી, CISFના જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું

જયપુર: જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ(Jaipur Airport)પર ધમકીભર્યો મેઈલ મોકલવામાં આવ્યો હતો. એરપોર્ટ પર સીઆઈએસએફના સત્તાવાર આઈડી પર ઇ-મેઈલ મોકલવામાં આવ્યો છે. આ ઇ-મેલમાં જયપુર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી બાદ વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. હાલ એરપોર્ટ પર CISFના જવાનો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. હજુ સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.

સાયબર ટીમ પણ તપાસમાં લાગી
એરપોર્ટ પર ધમકીભર્યો મેલ મળ્યા બાદ તરત જ સુરક્ષા કર્મચારીઓ તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS)ની ટીમે એરપોર્ટ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એરપોર્ટ સત્તાવાળા દ્વારા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓના એલર્ટની સાથે સાયબર ટીમ પણ તપાસમાં લાગી છે.

કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી

જયપુર એરપોર્ટ પર બોમ્બની ધમકી મળવા અંગે એસએચઓ સંદીપ બસેરાએ જણાવ્યું હતું કે, સીઆઈએસએફને મેલ દ્વારા એક અલગ જ ધમકી મળી છે. જે ઓલ ઈન્ડિયા એરપોર્ટને ટેગ કરવામાં આવી છે. આ એક પરોક્ષ ધમકી છે. કોઈ સીધી ધમકી નથી.સીઆઈએસએફ અને ટીમ દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે, અમે અમારી સુરક્ષા બેઠક પણ કરી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત