ટોપ ન્યૂઝનેશનલ

Airlines Bomb Threat : ફ્લાઇટમાં બોમ્બની ધમકી આપનારને થશે જેલ? જલ્દી લાવવામાં આવશે કાયદો

નવી દિલ્હી : દેશમાં વિમાનોને બોમ્બથી(Airlines Bomb Threat)ઉડાવવાની મળી રહેલી ધમકીઓના પગલે નાગરિક ઉડ્ડયન મંત્રાલય પણ ચિંતામાં છે. તેવા સમયે નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુએ તાજેતરમાં ઘણી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં  બોમ્બની અફવા પર  પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, નાગરિક ઉડ્ડયન મંત્રાલય  જરૂર પડે અમે કેટલાક કાયદાકીય પગલાં વિશે વિચાર્યું છે.

Also Read – “આ તારીખોમાં એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી ના કરતા”, ખાલિસ્તાની અલગાવવાદી પન્નુનએ આપી ધમકી

વિરુદ્ધના કાયદાઓમાં પણ બદલાવ જરૂરી

તેમણે વધુમાં કહ્યું કે અમે એવા નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે આવા મામલાઓને રોકવા માટે અમે બે બાબતો પર કામ કરી શકીએ છીએ. પ્રથમ એરક્રાફ્ટ સુરક્ષા નિયમોમાં સુધારો કરવો. આ નિયમોમાં ફેરફાર કરીને અમે એવી જોગવાઈ કરીશું કે એકવાર કોઈ વ્યક્તિ આવું કરતા પકડાઈ જાય તો અમે તેને નો-ફ્લાઈંગ લિસ્ટમાં મૂકી દઈશું. આ સિવાય બીજી વાત એ છે કે નાગરિક ઉડ્ડયન સુરક્ષા અધિનિયમ વિરુદ્ધના કાયદાઓમાં પણ બદલાવ જરૂરી છે.

ખોટા કોલથી ઉડ્ડયન ઉદ્યોગ માટે નાણાકીય મુશ્કેલી

આ ધમકીઓને સંવેદનશીલ સ્થિતિ ગણાવતા રામ મોહન નાયડુએ કહ્યું કે આવા ખોટા કોલ કરનારાઓને એરલાઇન્સ કંપનીની નો-ફ્લાય લિસ્ટમાં મૂકવામાં આવશે. અમે આ મુદ્દે ઘણી બેઠકો કરી છે અને અંતે તેના પર કામ કરવાનું નક્કી કર્યું છે. તેમણે એમ પણ કહ્યું કે ફ્લાઇટમાં બોમ્બની ખોટી ધમકીઓ પણ ઉડ્ડયન ઉદ્યોગ માટે નવી નાણાકીય સમસ્યાઓ ઊભી કરી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button