નેશનલ

જગદીશ શેટ્ટર ભાજપમાં પરત ફર્યા, ગયા વર્ષે જ કોંગ્રેસનો ખેંસ ધારણ કર્યો હતો

નવી દિલ્હી: કર્ણાટકમાં લિંગાયત સમુદાયના અગ્રણી નેતા જગદીશ શેટ્ટર સાત મહિના પછી ભાજપમાં ઘર વાપસી કરી છે (Jagadish Shettar re-joins BJP). શેટ્ટરે આજે ફરીથી ભગવો ખેંસ ધારણ કરી લીધો છે. શેટ્ટરે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં ભાજપનું સભ્યપદ લીધું છે. આ દરમિયાન પૂર્વ CM વીએસ યેદિયુરપ્પા પણ શેટ્ટર સાથે પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. તેમની સાથે કર્ણાટક પ્રદેશ અધ્યક્ષ બીવાય વિજયેન્દ્ર પણ દિલ્હી પહોંચ્યા હતા.

કોંગ્રેસમાં જોડાવવાની જો વાત કરવામાં આવે તો, એપ્રિલ 2023 માં, કર્ણાટક વિધાનસભાની બરાબર પહેલા, શેટ્ટરે ભાજપમાંથી રાજીનામું આપ્યું અને કોંગ્રેસમાં જોડાયા હતા. ભાજપ દ્વારા ટિકિટ નકારવામાં આવતા તેઓ નારાજ હતા. શેટ્ટરે 10 મે, 2023 ના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ ન મળતાં ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તે પછી તેઓ કોંગ્રેસમાં જોડાયા અને વિધાનસભાની ચૂંટણી લડી હતી.

આ પહેલા યેદિયુરપ્પા અને વિજયેન્દ્રએ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી અને પાર્ટીની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button