નેશનલ

જગદીપ ધનખડના રોષ બાદ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન “સંસદમાં મારુ જ અપમાન, આ ભૂલ સભાપતિની”

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પ્રસ્તાવ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાની વચ્ચે આજે સંસદમાં હોબાળો મચી ગયો હતો. વિપક્ષે NEET પરીક્ષાને લઈને ચર્ચાની માંગ કરી હતી, જો કે બંને ગૃહના અધ્યક્ષોએ ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા કરવાની વાત કરી હતી. આ દરમિયાન રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ (Jagdeep Dhankhar)વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેથી (Mallikarjun Kharge) નારાજ થાય હતા. જો કે આ બાદ મલ્લિકાર્જુન ખડગેની પ્રતિક્રિયા સામે આવી છે.

સંસદમાં (Parliament session) આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. તેના પરની ચર્ચા દરમિયાન લોકસભા અને રાજ્યસભા બંને સદનોમાં વિપક્ષે NEET પરીક્ષાને લઈને ખૂબ હોબાળો મચાવ્યો હતો. વિપક્ષના હોબાળાને લઈને લોકસભાની કાર્યવાહીને સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આ દરમિયાન રાજ્યસભા સભાપતિ જગદીપ ધનખડ કોંગ્રેસ અધ્યક્ષ અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે પર ખૂબ નારાજ થઈ ગયા હતા અને ઘણું બોલ્યા હતા. આ બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન સામે આવ્યું છે.

ગૃહમાં નીટને લઈને વિપક્ષે જ્યારે હોબાળો મચાવવાનું શરૂ કર્યો ત્યારે તેને શાંત થઈ જવા માટેની સૂચના જગદીપ ધનખડે આપી હતી. રાષ્ટ્રપતિના સંબોધન પર ધન્યવાદ પ્રસ્તાવ પર ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ ચર્ચા શરૂ કરી હતી અને આ દરમિયાન વિપક્ષી સાંસદોએ નારાઓ લગાવ્યા હતા. સાંસદ વેલમાં આવીને નારેબાજી કરવા લાગ્યા હતા, આથી સભાપતિ જગદીપ ધનખડ ખૂબ જ ગુસ્સે ભરાયા હતા.

સંસદના વેલમાં વિરોધ માટે આવેલા સાંસદોને જોઈને જગદીપ ધનખડે દુખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે,
“આ પહેલી વાર બન્યું છે કે જ્યારે સદનના વિપક્ષના નેતા જ વેલમાં આવી ગયા હોય. આજના દિવસે સંસદના ઇતિહાસમાં દાગ લાગી ગયો છે. ખુદ વિપક્ષના નેતા પણ વેલમાં આવી ગયા છે, મને એ વાતનું દુઃખ છે કે ભારતીય સંસદની પરંપરા એટલી હદે ઘટી ગઈ છે કે વિપક્ષના નેતા પણ વેલમાં આવશે.

આ પણ વાંચો : દોસ્ત દોસ્ત ના રહા, આ પાર્ટી રાજ્યસભામાં ભાજપને સમર્થન નહીં આપે

ખડગેએ કહ્યું હતું કે “હું તેમનું ધ્યાન ખેંચવા અંદર ગયો,”. પરંતુ તેમ છતાં તેઓ મારી સામે જોતાં ન હતા. તેઓ માત્ર સત્તા પક્ષના સાંસદો તરફ જ જોતા હતા. સંસદીય નિયમો પ્રમાણે જ્યારે હું હાથ ઊંચો કરીને તેનું ધ્યાન ખેંચું છું ત્યારે તેણે મારી તરફ જોવું જોઈએ, તેમ છતાં તેમણે મારી તરફ નહિ જોઈને મારુ જ અપમાન કર્યું છે. તો પછી મારા માટે શું બાકી હતું ? તેથી તેમનું ધ્યાન ખેંચવા મારે જાતે જ અંદર જવું પડશે અથવા બૂમો મારવી પડશે. તેથી હું ચોક્કસપણે કહું છું કે આ સભાપતિણી જ ભૂલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો