પ્રજાસત્તાક દિવસ પહેલા જમ્મુ અને કાશ્મીરમાં જડબેસલાક કિલ્લેબંધી
શ્રીનગર: એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ પ્રજાસત્તાક દિવસ પહેલા ઘૂસણખોરી વિરોધી ગ્રીડની તૈયારીની સમીક્ષા કરવા માટે જમ્મુ અને કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) સાથે સરહદના વિસ્તારોની મુલાકાત લીધી હોવાની માહિતી અધિકારીઓએ બુધવારે આપી હતી.
સેનાના ૧૫ કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ મંગળવારે બાંદીપોરા જિલ્લાના ગુરેઝ સેક્ટરના સરહદ નજીકના વિસ્તારોની મુલાકાત લીધી હતી અને ઘૂસણખોરી વિરોધી ગ્રીડ અને ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરી હતી.
આ શિયાળામાં કાશ્મીરના ઊંચા વિસ્તારોમાં પર્યાપ્ત હિમવર્ષાના અભાવને કારણે ખીણમાં આતંકવાદીઓની ઘૂસણખોરીની સંભાવનાને લઈને સુરક્ષા અધિકારીઓ ચિંતિત છે.
સામાન્ય રીતે શિયાળાના મહિનાઓમાં ભારે હિમવર્ષાને કારણે એલઓસી સાથેના પર્વતીય માર્ગો અવરોધિત થાય છે, જેનાથી આતંકવાદીઓની ઘૂસણખોરીની શક્યતાઓ ઘટી જાય છે. જો કે, શુષ્ક શિયાળાએ ઘૂસણખોરી
વિરોધી ગ્રીડને એલઓસી પર સતર્કતા વધારવા માટે પ્રોત્સાહિત કર્યા છે.
લેફ્ટનન્ટ જનરલ ઘાઈએ, સૈનિકો સાથેની તેમની વાતચીત દરમિયાન, તેમને આત્યંતિક હવામાન પરિસ્થિતિઓ અને ભૂપ્રદેશમાં “સંચાલિત તૈયારીની ઉચ્ચ સ્થિતિમાં રહેવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.
પોલીસ મહાનિર્દેશક આર આર સ્વૈને મંગળવારે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારથી ઘૂસણખોરી એ દળો માટે એક પડકાર છે, પરંતુ સુરક્ષાની સ્થિતિ નિયંત્રણમાં છે. હા, એ અમારા માટે એક પડકાર છે કે કેટલાક આતંકવાદીઓ બહારથી અંદર આવી રહ્યા છે. તેઓ ઘૂસણખોરી કરી રહ્યા છે અને પછી અહીં કેટલાક લોકો સાથે મળીને તેઓ અહીંના વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરે છે. આ એક પડકાર છે – જેને આપણે અલગ દૃષ્ટિકોણથી જોઈએ છીએ.