નેશનલ

ITR Filing 2024: ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા પૂર્વે પૂર્ણ કરો આ કામ, છેલ્લી તારીખ 31મી જુલાઈ

નવી દિલ્હી: દર વર્ષની જેમ આવકવેરા રિટર્ન (Incometax Return) ભરવાનો સમય આવી રહ્યો છે. આ માટેની છેલ્લી તારીખ 31મી જુલાઈ નક્કી કરવામાં આવી છે. જો તમે કરદાતા છો તો તમારા માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરતા પહેલા થોડું હોમવર્ક કરવું જરૂરી છે. તમારે યોગ્ય આવકવેરા ફોર્મ કેવી રીતે ભરવું, યોગ્ય કર વ્યવસ્થા પસંદ કરવી અને તમારા આધારને PAN સાથે લિંક કરવું તે જાણવાની જરૂર છે. જો તમે હજુ સુધી આ કાર્ય પૂર્ણ ના કર્યું હોય તો આ કામ અત્યારે જ કરી લો. જેથી તમને ફોર્મ ભરતી વખતે મુશ્કેલી ના પડે. આવો આ અંગે અમે તમને વિગતવાર જણાવીએ

આ પણ વાંચો: સુરતમાં સ્પેશિયલ 26! નકલી અધિકારી બની હીરા વેપારીને પાસે 8 કરોડ ખંખેર્યા, કઈક આ રીતે જમાવ્યો રોફ

ઓનલાઈન ફોર્મ

આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે તમામ આવકવેરા ફોર્મની ઓનલાઈન અને ઓફલાઈન વિગતો પહેલેથી જ બહાર પાડી દીધી છે. તેમાં ITR-1, ITR-2, ITR-3, ITR-4 અને ITR-6નો સમાવેશ થાય છે. આમાં, સૌ પ્રથમ તમારે જોવું પડશે કે તમારે કયા પ્રકારનું ફોર્મ ભરવાનું છે. દરેક ફોર્મ વિવિધ પ્રકારના કરદાતાઓ માટે છે.

PAN એકાઉન્ટ એક્ટિવ હોવું જોઈએ

તમારી આવકવેરા રિટર્ન ફાઈલ કરવા માટે તમારી પાસે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ આઈડી અને સક્રિય પાન કાર્ડ હોવું આવશ્યક છે.

PAN ને આધાર સાથે લિંક કરો

જો તમારો PAN હજુ સુધી આધાર સાથે લિંક થયો નથી. તો રાહ જોયા વિના તેને લિંક કરાવો. તમે સરળતાથી ઑનલાઇન લિંક મેળવી શકો છો. આવકવેરા વિભાગે તાજેતરમાં કહ્યું છે કે કરદાતાઓએ 31 મે પહેલા તેમના PAN ને આધાર સાથે લિંક કરવો જોઈએ. જો કરદાતા ઊંચા દરે કર કપાત ટાળવા માંગતા હોય તો આમ કરવું જોઈએ. આ માટે તમારે 23 એપ્રિલ 2024 ના CBDT પરિપત્ર નંબર 6/2024 નો સંદર્ભ લઈ શકો છો.

કર વ્યવસ્થાની પસંદગી

હવે નોંધવું અગત્યનું છે કે જો તમે કર મુક્તિના લાભો મેળવવા માંગતા હોવ તો તમારે જૂના ટેક્સ વ્યવસ્થાને પસંદ કરવી પડશે. આનું કારણ એ છે કે નવી કર વ્યવસ્થા ડિફોલ્ટ છે. જેથી જો કરદાતાઓ જૂની જોગવાઈઓ અનુસાર તેમનો આવકવેરો ચૂકવવા માંગતા હોય તો તેમણે જૂની ટેક્સ વ્યવસ્થા પસંદ કરવી પડશે.

ઑફલાઇન ફોર્મ

ઈન્કમ ટેક્સ ફોર્મ ઓનલાઈન ફાઈલ કરવું વધુ સરળ છે. પરંતુ ઓફલાઈન યુટિલિટીનો ઉપયોગ કરીને આઈટીઆર ઓફલાઈન પણ ફાઈલ કરી શકાય છે. આ ફોર્મ પોર્ટલ પરથી ‘ડાઉનલોડ’ વિભાગમાંથી ડાઉનલોડ કરી શકાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?