નેશનલસ્પેશિયલ ફિચર્સ

આ છ પ્રકારના કપડાં વોશિંગ મશિનમાં ધોવા નાખો છો? આજે જ બંધ કરી દો નહીંતર…

આજકાલ આપણને મોટાભાગના કામ મશીનની મદદથી કરવાની આદત પડી ગઈ છે અને આ જ કારણે આપણે કપડાં જ નહીં પણ પગલૂંછણિયાથી લઈને બૂટ સુદ્ધા મશીનમાં ધોવા નાખીએ છે. પરંતુ શું તમને ખબર છે કે તમારી આ નાનકડી લાપરવાહી તમારી વસ્તુઓ અને તેમની ગુણવત્તાને બગાડી શકે છે, સમય પહેલાં જ આ વસ્તુઓ ખરાબ થવા લાગે છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ. છ એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે ભૂલથી પણ વોશિંગ મશીનમાં ધોવા ના નાખવા જોઈએ.

વૂલનના કપડાં, ટોપીઃ
જો તમે પણ વૂલનના કપડાં, ટોપી વગેરે વોશિંગ મશીનમાં ધોવા નાખો છો તો તે ખરાબ થઈ શકે છે. ઉનની ટોપી કે કપડાં ખૂબ જ મુલાયમ હોય છે એટલે શક્ય હોય ત્યાં સુધી આવા કપડાંને મશીનમાં ધોવાનું ટાળો. હાથથી પણ ઉનના કપડાં ધોતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે આવા કપડાં ધોવા માટે માઈલ્ડ ડિટર્જેન્ટનો ઉપયોગ કરવો જોઈએ જેથી એના કલર કે મુલાયમતા પર ખાસ કોઈ અસર જોવા ના મળે.

હેવી વર્ક કે બીડ્સ વર્કવાળા કપડાંઃ
જે કપડાં પર મોતી, બીડ્સ કે મોતીનું વર્ક કરવામાં આવ્યું હોય એવા કપડાંને પણ વોશિંગ મશીનમાં ધોવા નાખવાનું ટાળો. આ સિવાય સિક્વિન વર્કવાળા કપડાં પણ મશીનમાં ધોવા ના નાખો, કારણ કે એને કારણે આ વર્ક ખરાબ થઈ શકે છે. તેના ધાગા પણ નબળા પડી શકે છે.

ગેસોલિન, કૂકિંગ ઓઈલ કે આલ્કોહોલના ધબ્બા હોય એવા કપડાંઃ
ઘણી વખત કપડાં પર અલગ અલ પ્રકારના દાગ-ધબ્બા હોય છે અને આપણે આવા કપડાં પણ બીજા કપડાં સાથે ધોવા નાખી દઈએ છીએ. પરંતુ જો કપડાં પર કૂકિંગ ઓઈલ, ગેસોલિન, એલ્કોહોલ કે મોટર ઓઈલના દાગ હોય તો આવા કપડાં ક્યારેય નોર્મલ કપડાં સાથે ધોવા ના નાખવા જોઈએ.

આ પણ વાંચો : તંદુરસ્તી-મનદુરસ્તી : આપણે જાગૃત અવસ્થામાંથી નિદ્રા-અવસ્થામાં કેવી રીતે પ્રવેશીએ છીએ?

રેનકોટઃ
રેનકોટ વોટરપ્રૂફ હોય છે અને જ્યારે તેને મશીનમાં ધોવા નાખવામાં આવે છે તો રેનકોટ બલૂનની જેમ ફૂલાઈ જાય છે. જેને કારણે રેનકોટ ફાટી જવાનું કે ખરાબ થવાનું જોખમ રહેલું હોય છે.

લેસવાળા કપડાંઃ
લેસવાળા કપડાં ખૂબ જ નાજુક અને ડેલિગેટ હોય છે. આવા કપડાંને જ્યારે મશીનમાં નાખવામાં આવે છે ત્યારે વારંવાર મશીનમાં ફરાવવાને કારણે તે ખરાબ થઈ જાય છે. પરિણામે લેસવાળા, હેવી આઉટફિટ્સને ખૂબ જ કાળજીપૂર્વક હાથથી જ ધોવાનું રાખવું જોઈએ.

ફેન્સી અંડરગાર્મેન્ટ્સઃ
મોંઘા અને લેસવાળા ફેન્સી અંડરગાર્મેન્ટ્સને પણ વોશિંગ મશીનમાં ધોવાનું ટાળવું જોઈએ અને એમાં ખાસ કરીને અંડરવાયરવાળા અંડરગાર્મેન્ટ્સ વોશિંગ મશીનમાં નાખવાનું ટાળવું જોઈએ. આને કારણે કપડાં ખરાબ થવાની કે ફાટવાની શક્યતાઓ વધી જાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button