નેશનલ

આગામી પાંચ દિવસમાં ગરમી થશે છૂમંતરઃ IMDએ આટલા રાજ્યો માટે જાહેર કર્યું Red Alert

નવી દિલ્હીઃ દેશમાં ભારે ગરમીનો સામનો કરી રહેલા લોકોને રાહત મળવાની આશા છે. ભારતીય હવામાન વિભાગે કહ્યુ હતું કે આગામી પાંચ દિવસ દરમિયાન તેલંગણા, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની સંભાવના છે.

આ ઉપરાંત, મહારાષ્ટ્રમાં કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડા, કેરળ, લક્ષ્યદ્વીપ અને ગુજરાતમાં ઝડપી પવન અને વીજળીના કડાકા પડવાની સંભાવના છે. સાથે જ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ સાથે લોકોને ગરમીમાં રાહત મળી શકે છે.

આ પણ વાંચો: Gujarat Rain : સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ : સાવર કુંડલાની નાવલીમાં આવ્યા નવા નીર

આઇએમડીના નિવેદન અનુસાર, આગામી પાંચ દિવસો દરમિયાન મધ્ય પ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં તોફાન અને વીજળી અને ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ પડી શકે છે. રવિવારે કર્ણાટકના દરિયા કિનારા અને કેરળમાં પણ ભારે વરસાદની સંભાવના છે. કેરળના કોઝીકોડ, વાયનાડ અને કન્નૂર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. સાથે જ કેરળના છ અન્ય જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

અર્નાકુલમ, ઇડુક્કી, ત્રિશૂર, પલક્કડ અને મલપ્પુરમ અને કાસરગોડ જિલ્લાના પણ આજ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. કોઝીકોડ, કન્નૂર અને કાસરગોડ જિલ્લામાં સોમવારે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચો: Monsoon 2024: નવ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, ત્રણ દિવસમાં ચોમાસું પૂર્વ ભારતમાં પહોંચે તેવી શકયતા

દરમિયાન આજે ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે તાપમાનના પારામાં થોડો ઘટાડો થયો છે, જ્યારે પાટનગર દિલ્હીમાં હળવો વરસાદ પડવાને કારણે સરેરાશ મિનિમમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યાનુસાર સોમવારે અને મંગળવારે વાવાઝોડા સાથે વરસાદ પડવાની સંભાવના છે. પાટનગર દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં ઘટાડો થયો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે… સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ… પૈસાની તંગી દૂર કરશે આ ટીપ્સ આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે