કાવડ યાત્રા નેમપ્લેટનો મુદ્દો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ સુધી : કોર્ટ લઈ શકે છે મહત્વપૂર્ણ નિર્ણય
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રા પર શરૂ થયેલ નેમપ્લેટને શરૂ થયેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે. એસોસિયેશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ નામના NGO દ્વારા આ મામલાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ મામલે એનજીઓ દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી છે, જેના પર આગામી 22 મીએ સુનાવણી થવાની છે.
22 જુલાઇના રોજ આ મામલે જસ્ટિસ ઋષિકેશ રાય અને એસવીએન ભટ્ટીની ખંડપીઠ ઉત્તર પ્રદેશ સરકારના આ નિર્ણય પર સુનાવણી કરવાની છે. જો કે હાલ માનવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટ આ મામલે મહત્વપૂર્ણ ચુકાદો સાંભળવી શકે છે. દાખલ કરવામાં આવેલી અરજીમાં NGO દ્વારા આ નિર્ણય રદ્દ કરવાઆની માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Madhya pradesh માં ગૌશાળામાંથી 50થી વધુ મૃત ગાય અને વાછરડાં મળી આવ્યા, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
હાલ આ મુદ્દાને લઈને વિપક્ષ આકરા પાણીએ છે. તેમણે આ બાબતનો ખૂબ જ વિરોધ કરી રહ્યા છે અને હાલમાં જ સર્વપક્ષીય દળની મળેલી બેઠકમાં પણ આ મુદ્દો ચર્ચાયો હતો. કોંગ્રેસ પક્ષના ગૌરવ ગાગોઈ અને આમ આદમી પાર્ટીના સંજય સિંહે આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે આ આદેશ રદ્દ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી હતી.
આ મામલે માત્ર વિપક્ષ જ વિરોધ નથી કરતો, પરંતુ ખુદ ભાજપના સાથી પક્ષોએ પણ આ મામલે વિરોધ નોંધાવ્યો છે. કેન્દ્રીય મંત્રી અને એલઆરડીના રાષ્ટ્રીય અધ્યક્ષ જયંત ચૌધરીએ આ બાબતે વિરોધ નોંધાવીને આ નિર્ણય પાછો લેવાની માંગ કરી છે. જયંત ચૌધરીએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે ધર્મને રાજનીતિ સાથે ન જોડવું જોઈએ. કાવડ લઈ જનાર સેવાદારની કોઇ ઓળખાણ નથી હોતી. તેમણે કહ્યું હતું કે દુકાનો પર નામ લખાવવામાં આવી રહ્યું છે તો બર્ગર કિંગ કે મેકડોનાલ્ડ પર લખશે ?