નેશનલ

ઈસરોના ૨૦૨૪માં અંતરિક્ષના દસ મિશન

નવી દિલ્હી : ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ ૨૦૨૪માં પોલર સેટેલાઈટ લોન્ચ વેહિકલના છ મિશન અને જીયોસિન્ક્રનસ સેટેલાઈટ લોન્ચ વેહિકલ (જીેએસએલવી)ના ત્રણ લોન્ચ અને લોન્ચ વેહિકલ માર્ક-૩ના એક વાણિજય મિશનનો કાર્યક્રમ તૈયાર કર્યો છે. એક સવાલના જવાબમાં પ્રાઈમ મિનિસ્ટર ઓફિસના રાજ્ય કક્ષાના પ્રધાન જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે ઈસરો નવા લોન્ચ વેહિકલ એસએસએલવીની ત્રીજી ડેવલપમેન્ટ ફ્લાઈટમાં ટૅક્નોલૉજી ડેમોનસ્ટ્રેશન ઉપગ્રહ અંતરિક્ષમાં મૂકશે. સ્પેસ એજન્સી ગગનયાન કાર્યક્રમ હેઠળ બે માનવરહિત મિશન સંચાલિત કરશે.
ગગનયાન મિશન ભારતનું પ્રથમ હ્યુમન સ્પેસ મિશન છે, જેમાં ત્રણ સદસ્યોની ટુકડીને પૃથ્વીની ૪૦૦ કિલોમીટર ઉપરની કક્ષામાં મોકલવામાં
આવશે. ત્યાર બાદ ક્રુ મોડ્યુલને સુરક્ષિત રીતે સમુદ્રમાં લેન્ડ કરાવાશે. પીએસએલવી મિશન હેઠળ સ્પેસ સાયન્સ સેટેલાઈટ અંતરિક્ષમાં મુકાશે. આમાં બે ટૅક્નોલૉજી ડેમોનસ્ટ્રેશન મિશન અને એનએસઆઈએલના બે કમર્શિયલ મિશનનો સમાવેશ થાય છે. જીએસએલવીના ત્રણ મિશન હેઠળ મોસમની જાણકારી આપતો ઉપગ્રહ મુકાશે. આમાં નેવિગેશન સેટેલાઈઠટ સાથે નાસા-ઈસરોનો સિન્થેટિક અપરચર રડાર સેટેલાઈટ પણ હશે. એલવીએમ લોન્ચ ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડનું કમર્શિયલ મિશન હશે. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સરસ મજાના મોન્સૂનના દિવસો ચાલી રહ્યા છે, મુંબઈ અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે અમિતાભ બચ્ચને ઐશ્વર્યાને ક્યારે વહુ તરીકે નથી જોઈ, અમારા માટે અઘરું હતું સ્વીકારવું કે… તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ?