નેશનલ

ઈસરોનો સૌથી આધુનિક હવામાન સેટેલાઈટ સફળતાપૂર્વક લૉન્ચ

શ્રીહરિકોટા: પૃથ્વી અને દરિયાની સપાટીનો અભ્યાસ કરવાના મિશનમાં આગળ વધતા ઈસરોએ જીએસએલવી રોકેટની મદદથી શનિવારે સૌથી આધુનિક હવામાન સેટેલાઈટ (નૅક્સ્ટ જનરેશન વૅધર ઑબ્ઝર્વેશન સેટેલાઈટ) ઈનસેટ-થ્રી-ડીએ સફળતાપૂર્વક લૉન્ચ કર્યું હતું.

કોઈપણ પ્રકારના અવરોધ વિના સફળતાપૂર્વક પાર પડેલા આ મિશને પડકારજનક જીએસએલવી રોકેટ ટૅક્નોલોજીની સફળતા અંગે રાહત અપાવી હતી.

દેખીતી રીતે જ ભૂતકાળના અસફળ મિશનનો ઉલ્લેખ કરતા ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે કહ્યું હતું કે તોફાની છોકરો હવે પરિપક્વ, શિસ્તબદ્ધ અને આજ્ઞાંકિત થઈ ગયો છે. અમેરિકાની અવકાશ સંસ્થા નાસા સાથે મળીને આ મિશનને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હોવાનું તેમણે કહ્યું હતું.

ઈનસેટ થ્રી-ડીએ સેટેલાઈટનું વજન ૨૨૭૪ કિલોગ્રામ છે. આ મિશનનો મુખ્ય આશય પૃથ્વી અને દરિયાની સપાટીનો અભ્યાસ કરવા ઉપરાંત હવામાનની આગાહી, કુદરતી આફતોની ચેતવણી તેમ જ સેટેલાઈટ આધારિત સર્ચ ઍન્ડ રૅસ્ક્યુ સેવા પૂરી પાડવાનો છે. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button