ટોપ ન્યૂઝનેશનલ

ચંદ્ર પર બરફ હોવાની શક્યતા વધી, ISROએ કહ્યું અભ્યાસમાં મજબૂત પુરાવા મળ્યા

નવી દિલ્હીઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એ ચંદ્રના પોલર ક્રેટર્સમાં( સપાટી પરના ખાડા) બરફ હોવાનો દાવો કર્યો છે.  એક અખબારના અહેવાલ મુજબ આ અભ્યાસ  ISROના વૈજ્ઞાનિકો દ્વારા IIT કાનપુર, યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયા, જેટ પ્રોપલ્શન લેબ અને IIT (ISM) ધનબાદના સંશોધકોની મદદથી કરવામાં આવ્યો હતો. ISROએ જણાવ્યું હતું કે, ISPRS જર્નલ ઑફ ફોટોગ્રામમેટ્રી એન્ડ રિમોટ સેન્સિંગમાં પ્રકાશિત અભ્યાસ દર્શાવે છે કે સપાટીથી થોડા મીટર નીચે બરફનું પ્રમાણ સપાટી કરતાં 5 થી 8 ગણું વધારે છે.

બરફની શોધ ભવિષ્યના ચંદ્ર મિશનમાં મદદરૂપ થશે

ઈસરોએ કહ્યું છે કે આ શોધ ભવિષ્યના મુન  મિશનમાં માટે અથવા ચંદ્ર પરના સંશોધનમાં પણ મદદરૂપ થશે. જે ભવિષ્યના ચંદ્ર મિશનના ઉતરાણ માટે યોગ્ય સ્થાન અને યોગ્ય નમૂના એકત્રિત કરવા માટે પણ મદદ કરશે.

ચંદ્રના ઉત્તર ધ્રુવ પર તેના દક્ષિણ ધ્રુવ કરતાં વધુ બરફ છે

ઈસરોએ આ અભ્યાસ દ્વારા એવો પણ દાવો કર્યો છે કે ચંદ્રના ઉત્તર ધ્રુવમાં બરફનું પ્રમાણ દક્ષિણ ધ્રુવ કરતા બમણું છે. 2008માં મોકલવામાં આવેલા ચંદ્રયાન મિશન દરમિયાન એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી કે ચંદ્રની સપાટી પર બરફ હશે.

ચંદ્રયાન-2 એ પહેલા જ ચંદ્રના ધ્રુવો પર પાણીનો ખજાનો શોધ્યો હતો

આ નવો અભ્યાસ જૂના અભ્યાસોને સમર્થન આપે છે. અગાઉના અભ્યાસમાં પણ, ISROના સ્પેસ એપ્લિકેશન સેન્ટરે ચંદ્રયાન-2ના ડ્યુઅલ ફ્રીક્વન્સી સિન્થેટિક એપરચર રડાર અને પોલેરીમેટ્રિક રડાર ડેટાનો ઉપયોગ કર્યો હતો. ત્યારે જ ચંદ્રના ધ્રુવીય ક્રેટર્સની અંદર બરફની હાજરી બહાર આવી હતી. આ અભ્યાસ ISRO સહિત વિશ્વભરની અવકાશ એજન્સીઓને તેમના ભાવિ ચંદ્ર મિશનમાં મદદ કરશે. ISRO અથવા અન્ય અવકાશ એજન્સીઓ પાણી શોધવા માટે તેમના મિશન અને ડ્રિલિંગ મશીનો ધ્રુવો પર મોકલી શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો