Top Newsનેશનલ

ઈસરોએ ઈતિહાસ રચ્યો, 4,410 કિલો વજન વાલા CMS-03 સેટેલાઈટને લોન્ચ કર્યો

બેંગલુરુ : ભારતે અંતરિક્ષ ક્ષેત્રે નવો ઈતિહાસ રચ્યો છે. જેમાં આજે ઈસરોએ 4,410 કિલો વજન ધરાવતા CMS-03 સેટેલાઈટને લોન્ચ કર્યો છે. જે અત્યાર સુધી ભારતમાંથી લોન્ચ કરવામાં આવેલો જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (GTO)નો સૌથી ભારે સેટેલાઈટ છે. આ ઉપગ્રહ LVM3-M5 રોકેટનો ઉપયોગ કરીને લોન્ચ કરવામાં આવ્યો હતો. જેને તેની ક્ષમતા માટે ‘બાહુબલી’ નામ આપવામાં આવ્યું છે.

ઇસરોએ જણાવ્યું હતું કે લોન્ચ વ્હીકલને અવકાશયાન સાથે સંપૂર્ણપણે એસેમ્બલ અને સંકલિત કરવામાં આવ્યું છે અને પ્રી-લોન્ચ કામગીરી માટે અહીં બીજા લોન્ચ સાઇટ પર ખસેડવામાં આવ્યું છે. ઇસરોએ જણાવ્યું હતું કે LVM3 એ ઇસરોનું નવું હેવી-લિફ્ટ લોન્ચ વ્હીકલ છે અને તેનો ઉપયોગ 4,000 કિલોગ્રામના અવકાશયાનને અસરકારક રીતે GTO માં મૂકવા માટે કરવામાં આવ્યો હતો.

આપણ વાચો: આજે ઈસરો નવો રેકોર્ડ સર્જવા તૈયાર! આટલા વાગ્યે અત્યાર સુધીનો સૌથી ભારે ઉપગ્રહ લોન્ચ કરશે…

જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવશે

CMS-03 ઉપગ્રહનું વજન 4,410 કિલોગ્રામ છે, LVM3-M5 દ્વારા તેને પૃથ્વીની સપાટીથી 170 કિમીની ઊંચાઈએ 29,970 કિમીની જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવશે. CMS-03 ઈસરોનો સૌથી ભારે સેટેલાઇટ છે, તેને ઈસરોના CMS-03 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું.

ઈસરોની લોન્ચિંગ કેપેસિટી સતત વધી

ઇસરોએ અત્યાર સુધી તેના ભારે સેટેલાઇટ અન્ય દેશોની ખાનગી સ્પેસ એજન્સીઓને સોંપતું હતું. હવે ઇસરોએ પોતે જ સ્વદેશી રોકેટ દ્વારા આ સેટેલાઇટ લોન્ચ કર્યો છે. જે દર્શાવે છે કે ઈસરોની લોન્ચિંગ કેપેસિટી સતત વધી રહી છે. LVM3નાં સુધારેલા વર્ઝન દ્વારા ગગનયાન મિશન હેઠળ પણ સમાન સ્પેસ મિશન હાથ ધરવામાં આવશે.

આપણ વાચો: ભારતના ગગનયાન મિશનની તૈયારી તેજ, ઈસરોએ એર ડ્રોપ સિસ્ટમનું સફળ પરિક્ષણ કર્યું

LVM3-M5 એ પાંચમી ઓપરેશનલ ફ્લાઇટ

ઈસરોએ જણાવ્યું હતું કે LVM3-M5 એ પાંચમી ઓપરેશનલ ફ્લાઇટ છે. આ અગાઉ ઈસરો એ 5 ડિસેમ્બર, 2018 ના રોજ ફ્રેન્ચ ગુયાનાના કુરોઉ લોન્ચ સેન્ટરથી Ariane-5 VA-246 રોકેટ દ્વારા તેનો સૌથી ભારે સંચાર સેટેલાઈટ GSAT-11 લોન્ચ કર્યો હતો. જે આશરે 5,854 કિલોગ્રામ વજન ધરાવતો હતો. GSAT-11 ઈસરો દ્વારા બનાવવામાં આવેલ સૌથી ભારે ઉપગ્રહ છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button