નેશનલ
ઇસરોને મળી વધુ એક મોટી સફળતા
બેંગલુરુઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઇસરો)ને વધુ એક મોટી સફળતા મળી હતી. ઇસરોએ રોકેટ એન્જિન માટે હળવા વજનની નોઝલ ડિઝાઇન કરી છે.
સ્પેસ એજન્સીએ જણાવ્યું હતું કે તેણે રોકેટ એન્જિન માટે હળવા વજનના કાર્બન-કાર્બન (સી-સી ) નોઝલના વિકાસ સાથે રોકેટ એન્જિન ટેક્નોલોજીમાં મોટી સફળતા હાંસલ કરી છે જેનાથી પેલોડ ક્ષમતામાં વધારો થયો છે.
ઇસરોએ જણાવ્યું હતું કે સ્પેસ એજન્સીના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (વીએસએસસી ) દ્વારા તૈયાર કરવામાં આવેલા આ રોકેટ એન્જિનના મહત્વપૂર્ણ માપદંડોને વધારવાનો દાવો કરે છે.
આનાથી લોન્ચ વાહનોની પેલોડ ક્ષમતામાં વધારો થશે. તિરુવનંતપુરમ સ્થિત વીએસએસસીએ કાર્બન-કાર્બન (સી-સી) કમ્પોજિટ જેવી અદ્યતન સામગ્રીનો લાભ લઈને નોઝલ ડાયવર્જન્ટ વિકસાવ્યું છે.
Taboola Feed