ઉત્તરકાશીની દુર્ઘટનાના એક વર્ષ પૂર્વ ઇસરોએ આપી હતી ચેતવણી, કર્યો હતો સંપૂર્ણ ઘાટીનો અભ્યાસ

નવી દિલ્હી : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં હાલમાં વાદળ ફાટવાની ઘટના બાદ ગ્લોબલ વોર્મિગની અસરોની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, આ દરમિયાન મોટી માહિતી પ્રકાશમાં આવી છે. જેમાં ઉત્તર કાશીના ધારાલીમાં થયેલી દુર્ઘટનાના એક વર્ષ પૂર્વે ઈસરોએ મોટી દુર્ઘટના અંગે ચેતવણી આપી હતી. તેમણે આ અંગેનો સમગ્ર અહેવાલ ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી સોંપ્યો હતો. જોકે, આ અહેવાલ પર શું એકશન લેવામાં આવ્યા તે અંગે કોઈ જાણકારી પ્રકાશમાં આવી નથી.
શ્રીકંઠ પર્વતના ગ્લેશિયર સતત ઓગળી રહ્યા છે
ઈસરોના અહેવાલ મુજબ 6133 મીટર ઉંચાઈવાળા શ્રીકંઠ પર્વતના ગ્લેશિયર સતત ઓગળી રહ્યા છે. ઈસરો આ સમગ્ર ઘાટીનો વિસ્તૃત અભ્યાસ કર્યો હતો. જેના સેટેલાઈટ અભ્યાસમાં ઇસરોએ ટાંક્યું હતું કે ઘાટીના ઉપરના ભાગમાં પાણીના નાના નાના વિસ્તાર વિકસી રહ્યા છે.
ઘાટીમાં 4000 મીટરની ઉંચાઇ પર ભારે વરસાદથી તબાહી
આ અહેવાલમાં ટાંકવામાં આવ્યું હતું કે, ઘાટીમાં 4000 મીટરની ઉંચાઇ પર ભારે વરસાદના પગલે ભારે તબાહી સર્જાઈ શકે છે. આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં વૈજ્ઞાનિકોએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આ અહેવાલ તેમણે ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને સોંપ્યો હતો. જયારે આ અંગે ઓથોરિટીનો સંપર્ક કરવામાં આવ્યો તો ત્યારે તેમણે જણાવ્યું કે આ અંગે તેમને કોઈ જાણ નથી.
બચાવ અને રાહત કામગીરી પુરજોશમાં
આ દુર્ઘટનાના બાદ હવે સવાલ ઉઠી રહ્યા છે. તેમજ જો ઈસરોના અહેવાલને ગંભીરતાથી લેવામાં આવ્યો હોત આ દુર્ઘટના ટાળી શકાય હોત. તેમજ જાન-માલનું નુકસાન ના થયું હોત. જોકે, હાલ ઉત્તરાખંડના ઉત્તર કાશી એન આસપાસના વિસ્તારમાં બચાવ અને રાહત કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. સેનાના જવાનો, એનડીઆરએફ અને એરફોર્સના હેલિકોપ્ટર લોકોને બચાવવાની કામગીરીમાં જોડાયા છે.
આપણ વાંચો: હિમાચલના ચંબામાં મોટી દુર્ઘટના, કાર ખીણમાં ખાબકતા છ લોકોના મોત