
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનઈઝેશન(ISRO) દ્વારા મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ISRO ટેકનિકલ આસિસ્ટન્ટ, સાયન્ટિસ્ટ અને લાઇબ્રેરી આસિસ્ટન્ટની કુલ 85 જગ્યાઓ માટે અરજી મંગાવી રહ્યું છે. ટેક્નિકલ ફિલ્ડને લગતી ડીગ્રી ધરાવતા લોકો આ ભરતીમાં અરજી કરી શકે છે. પસંદગી પામનારા ઉમેદવારોને 44,900 થી 1,42,400 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો ISRO ની સત્તાવાર વેબસાઇટ isro.gov.in અથવા vssc.gov.in ની મુલાકાત લઈને 18 જૂન 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.
ISROમાં કેટલી જગ્યાઓ માટે થશે ભરતી?
ISROમાં ટેકનિકલ આસિસ્ટન્ટની વિવિધ 85 ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેની વિગત નીચે મુજબ છે.
ટેકનિકલ આસિસ્ટન્ટ (ઇલેક્ટ્રોનિક્સ): 27 જગ્યાઓ
ટેકનિકલ આસિસ્ટન્ટ (મિકેનિકલ): 27 જગ્યાઓ
ટેકનિકલ આસિસ્ટન્ટ (કોમ્પ્યુટર સાયન્સ): 12 જગ્યાઓ
ટેકનિકલ આસિસ્ટન્ટ (કેમિકલ): 8 જગ્યાઓ
ટેકનિકલ આસિસ્ટન્ટ (ઓટોમોબાઇલ): 1 જગ્યા
ટેકનિકલ આસિસ્ટન્ટ (સિવિલ): 2 જગ્યાઓ
ટેકનિકલ આસિસ્ટન્ટ (રેફ્રિજરેશન અને એસી): 1 જગ્યા
સાયન્ટિફિક આસિસ્ટન્ટ (ફિઝિક્સ): 4 જગ્યાઓ
સાયન્ટિફિક આસિસ્ટન્ટ (કેમિસ્ટ્રી): 1 જગ્યા
લાઇબ્રેરી આસિસ્ટન્ટ-એ: 2 જગ્યાઓ
ISROની ભરતીમાં અરજી કરવાની લાયકાત
ટેકનિકલ આસિસ્ટન્ટ (ઈલેક્ટ્રોનિક્સ): ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ/ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ/ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગ/ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગમાં ફર્સ્ટ ક્લાસ ડિપ્લોમા
ટેકનિકલ આસિસ્ટન્ટ (મિકેનિકલ): મિકેનિકલ એન્જિનિયરિંગ/પ્રોડક્શન એન્જિનિયરિંગમાં ફર્સ્ટ ક્લાસ ડિપ્લોમા
ટેકનિકલ આસિસ્ટન્ટ (કોમ્પ્યુટર સાયન્સ): કમ્પ્યુટર સાયન્સ/એન્જિનિયરિંગ/ઈન્ફર્મેશન ટેકનોલોજીમાં ફર્સ્ટ ક્લાસ ડિપ્લોમા
ટેકનિકલ આસિસ્ટન્ટ (કેમિકલ): કેમિકલ એન્જિનિયરિંગમાં ફર્સ્ટ ક્લાસ ડિપ્લોમા
ટેકનિકલ આસિસ્ટન્ટ (ઓટોમોબાઈલ): ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં ફર્સ્ટ ક્લાસ ડિપ્લોમા
ટેકનિકલ આસિસ્ટન્ટ (સિવિલ): સિવિલ એન્જિનિયરિંગમાં ફર્સ્ટ ક્લાસ ડિપ્લોમા
ટેકનિકલ આસિસ્ટન્ટ (રેફ્રિજરેશન અને એસી): રેફ્રિજરેશન અને એર કન્ડીશનીંગમાં ફર્સ્ટ ક્લાસ ડિપ્લોમા
સાયન્ટિફિક આસિસ્ટન્ટ (ફિઝિક્સ): ફિઝિક્સમાં ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએશન ડિગ્રી
સાયન્ટિફિક આસિસ્ટન્ટ (રસાયણશાસ્ત્ર): રસાયણશાસ્ત્રમાં ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએશન ડિગ્રી
લાઇબ્રેરી આસિસ્ટન્ટ-એ: લાઇબ્રેરી સાયન્સ અથવા લાઇબ્રેરી અને ઇન્ફર્મેશન સાયન્સમાં ગ્રેજ્યુએશન અને ફર્સ્ટ ક્લાસ માસ્ટર ડિગ્રી
આપણ વાંચો: ચિન્નાસ્વામી સ્ટેડિયમ નાસભાગ: કર્ણાટક હાઈકોર્ટે લીધી ગંભીર નોંધ, આજે સુનાવણી!