નેશનલ

ઇઝરાયલી સૈનિકો ઉત્તર ગાઝામાં પ્રવેશ્યા

નિરીક્ષણ: દક્ષિણ ગાઝાપટ્ટીના ખાન યુનુસ નગર પર ઈઝરાયલે કરેલા હવાઈહુમલા બાદ ઈમારતના કાટમાળનું નિરીક્ષણ કરી રહેલા પૅલેસ્ટાઈનવાસીઓ. (એજન્સી)

જેરુસલેમ: ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે તેના સૈનિકો અને ટેન્કો ગુરુવારે રાત્રે ઉત્તર ગાઝામાં થોડા સમય માટે પ્રવેશ્યા હતા.

બે અઠવાડિયાથી વધુના ભારે હવાઈ હુમલાઓ બાદ વ્યાપક જમીની હૂમલા અગાઉ એમણે અનેક આતંકવાદી લક્ષ્યોને નષ્ટ કર્યાં હતાં..
સૈન્યએ જણાવ્યું હતું કે આ દરમિયાન સૈનિકોએ લડવૈયાઓ, આતંકવાદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્ટી-ટેન્ક મિસાઇલ લોન્ચિંગ પોઝિશન્સ પર હુમલો કર્યો હતો.

બંને પક્ષે જાનહાનિના કોઈ તાત્કાલિક અહેવાલ નથી. ઇઝરાયલના હવાઈ હુમલાઓએ ગાઝા પટ્ટીના અનેક વિસ્તારોને કાટમાળમાં ફેરવી દીધા છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને રશિયા દ્વારા પ્રતિસ્પર્ધી ઠરાવોને નકારવાને કારણે યુએન સુરક્ષા પરિષદ ઇઝરાયલ-હમાસ યુદ્ધને સંબોધવામાં ફરીથી નિષ્ફળ રહી હતી. ઈઝરાયલે કહ્યું હતું કે આ લડાઈમાં એમનાં ૧૪૦૦થી વધુ લોકો માર્યા ગયા છે અને ૨૨૨ બંધકો હજુ પણ હમાસનાં તાબામાં છે. હમાસે બુધવારે એવો દાવો કર્યો હતો કે, ઓછામાં ઓછા ૬૫૪૬ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે અને ૧૭,૪૩૯ ઘાયલ થયા છે. જોકે, એસોસિએટેડ પ્રેસ હમાસ દ્વારા ટાંકવામાં આવેલા મૃત્યુઆંકને સ્વતંત્ર રીતે ચકાસી શક્યું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button