નેશનલ

એક જ દિવસમાં હમાસના ૧૫૦ આતંકીઓને ઠાર કર્યા હોવાનો ઇઝરાયલી સેનાનો દાવો

સેનાએ અલ-શિફા હૉસ્પિટલમાં હમાસના કમાન્ડ સેન્ટરનો ઘેરાવ કર્યો

ગાઝા: ઇઝરાયલના સૈનિકોએ એક દિવસની લડાઇમાં ૧૫૦ હમાસ આતંકવાદીઓને ઠાર કર્યા હોવાનો દાવો કર્યો છે. આ જંગ ગત અઠવાડિયાના અંતમાં ગાઝામાં અલગ-અલગ સ્થળો પર લડાઇ હતી. પરંતુ આ વખતે ભીષણ યુદ્ધ અલ-શિફા હૉસ્પિટલ પાસે ચાલી રહ્યુ છે. હમાસ આતંકવાદી દર્દીઓ અને ઘાયલોને ઢાલ બનાવીને ત્યાંથી તેમનું કમાન્ડ સેન્ટર ચલાવી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે હમાસ અને ઇસ્લામિક જેહાદના મળીને ૧૫થી ૫૦ હજાર હમાસ આતંકવાદીઓ ઇઝરાયલના સૈનિકો સાથે લડી રહ્યા છે, પરંતુ ઇઝરાયલી ડિફેન્સ ફોર્સિસે એક દિવસમાં ૧૫૦ આતંકવાદીઓને મારી નાખીને હમાસની કરોડરજજુ તોડી નાખી છે. જો કે આ લડાઇમાં ઇઝરાયલના છ જવાનો પણ માર્યા ગયા છે. ઇઝરાયલની સેનાના જણાવ્યા અનુસાર તેના ૪૦૧મા બ્રિગેડે હમાસના શાટી બટાલિયનની બદ્ર આઉટપોસ્ટનો ખાત્મો બોલાવી દીધો છે. અહીં જ ૧૫૦ આતંકવાદીઓને ઠાર મરાયા હતા. આ જંગમાં ઇઝરાયલી સેનાના એક મેજર સહિત છ જવાનો માર્યા ગયા છે. બીજા બે સૈનિકો બીજી જગ્યાએ જંગ લડતા આતંકવાદીઓની ગોળીનો શિકાર બન્યા હતા. હમાસના શાટી બટાલિયન પર હુમલો કરવા માટે ઇઝરાયલની સેનાને હવાઇ હુમલો, ટેંક અને આર્ટિલરી યુનિટની મદદ લેવી પડી હતી. શાટી બટાલિયન રેફ્યુઝી કેમ્પ અને નાગરીક ઇમારતોની આસપાસ આવેલું હતું, પરંતુ ઇઝરાયલની સેનાએ સામાન્ય લોકોને નુકસાન પહોંચાડ્યા વિના આ આતંકવાદી બટાલિયનનો ખાત્મો કરી નાખ્યો હતો. ઇઝરાયલની સેનાએ દાવો કર્યો છે કે યુદ્ધ શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં હજારો આતંકવાદીઓ માર્યા ગયા છે. યુદ્ધના પહેલા અઠવાડિયામાં જ ઇઝરાયલે ૧,૫૦૦થી વધુ આતંકવાદી
ઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button