ઇઝરાયલના પીએમ નેતન્યાહૂએ દિલ્હી વિસ્ફોટ અંગે હિન્દીમાં પોસ્ટ કરીને એકજુથતા પ્રદર્શિત કરી

નવી દિલ્હી : દિલ્હીમાં થયેલા વિસ્ફોટને અનેક દેશો આધાતજનક ગણાવીને તેની નિંદા કરી છે. ત્યારે ઇઝરાયલ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પર એક્સ પર હિન્દીમાં પોસ્ટ કરીને ભારતને એકજુથતા વ્યકત કરી છે. તેમણે આ પોસ્ટમાં લખ્યું છે કે, પ્રિય મિત્ર નરેન્દ્ર મોદી અને ભારતના બહાદુર નાગરિકોને સારા અને હું અને આખું ઇઝરાયલ પીડિતોના પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.
ઇઝરાયલ ભારત સાથે મજબૂત રીતે ઉભું છે
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે દુઃખની આ ઘડીમાં ઇઝરાયલ તમારી સાથે મજબૂત રીતે ઉભું છે. ભારત અને ઇઝરાયલ શાશ્વત સત્યો પર આધારિત પ્રાચીન સંસ્કૃતિઓ છે. આતંક આપણા શહેરોમાં હુમલા કરી શકી છે. પરંતુ તે ક્યારેય આપણા આત્માઓને ડગાવી શકશે નહીં. આપણા રાષ્ટ્રોનો પ્રકાશ આપણા દુશ્મનોના અંધકારને મ્હાત આપશે.
આપણ વાચો:એકસ્ટ્રા અફેરઃ દિલ્હીમાં બ્લાસ્ટ, હવે આતંકવાદનો કાયમી ઉપાય જરૂરી
વડાપ્રધાન મોદીએ બોમ્બ વિસ્ફોટના પીડિતોના ખબર અંતર પૂછ્યા
આ ઉપરાંત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂટાન પ્રવાસથી વતન પરત ફર્યા હતા. તેમજ દિલ્હીમાં લેન્ડ થયાના તુરંત બાદ તેઓ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક બોમ્બ વિસ્ફોટના પીડિતોને મળવા માટે લોકનાયક જય પ્રકાશ પહોંચ્યા હતાં. વડાપ્રધાન મોદીએ ઈજાગ્રસ્તોને મળીને તેમના ખબર અંતર પૂછ્યા હતા.
વડાપ્રધાને ઈજાગ્રસ્તો ઝડપી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરી હતી. વડાપ્રધાનની મુલાકાતના પગલે હોસ્પિટલની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. હોસ્પિટલના ડૉક્ટરો અને વરિષ્ઠ અધિકારીઓએ વડાપ્રધાનને ઘાયલોની સ્થિતિ માહિતી આપી હતી. તેઓ25 મિનિટ સુધી હોસ્પિટલમાં રહ્યા.



