ઇન્ટરનેશનલનેશનલ

Israel Gaza War : ઈઝરાયેલે ફરીથી ગાઝા પર એર સ્ટ્રાઈક કરી, ભારતે ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હી : ઈઝરાયેલે ફરીથી ગાઝા(Israel Gaza War)પર એર સ્ટ્રાઈક શરુ કરી છે. ઈઝરાયેલે યુદ્ધ વિરામ કરારને એકપક્ષીય રીતે ઉથલાવી દીધો છે. ઈઝરાયલની એર સ્ટ્રાઈકમાં અનેક લોકો માર્યા ગયા છે. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે ગાઝા પરના આ હવાઈ હુમલાઓ ફક્ત શરૂઆત છે અને યુદ્ધવિરામ માટેની બધી વાટાઘાટો યુદ્ધ દરમિયાન થશે. તેમણે કહ્યું કે ઇઝરાયલ હમાસથી તેના બંધકોને મુક્ત કરાવવા માટે વધુ તીવ્ર હુમલો કરશે. જ્યારે ભારતના વિદેશ મંત્રાલયે ગાઝાની પરિસ્થિતિ પર એક નિવેદન જાહેર કરીને ચિંતા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો: ઇઝરાયેલે યુદ્ધ વિરામ કરાર ઉથલાવ્યો; ગાઝામાં ઘાતક એર સ્ટ્રાઈક, 100 થી વધુના મોત

ભારતે ગાઝાની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી

સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, ભારતે ગાઝાની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું, બધા બંધકોને મુક્ત કરવામાં આવે તે મહત્વપૂર્ણ છે. અમે ગાઝાના લોકોને માનવતાવાદી સહાયનો પુરવઠો ચાલુ રાખવા માટે પણ હાકલ કરીએ છીએ. છેલ્લા 24 કલાક દરમિયાન ઇઝરાયલી સેના દ્વારા કરવામાં આવેલા હુમલામાં હમાસ સરકારના ટોચના નેતા એસામ દિઆબ અબ્દુલ્લા અલ-દાલિસ પણ માર્યા ગયા છે.

ગાઝા પરના હુમલામાં 400 થી વધુ લોકો માર્યા ગયા

જ્યારે અન્ય એજન્સીના અહેવાલ અનુસાર ગાઝા આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયલે મંગળવારેગાઝામાં અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો હતો. જેમાં ૪૦૦ થી વધુ લોકો માર્યા ગયા હતા. આ હુમલા પછી, હમાસના પ્રવક્તાએ યુએસ રાજદૂતના યુદ્ધવિરામ પ્રસ્તાવને નકારી કાઢવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું, ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સરકારે ફરીથી હુમલાઓ શરૂ કર્યા છે. જોકે, હમાસ ઇઝરાયલ સાથે યુદ્ધવિરામ કરાર ચાલુ રાખવા માંગતો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button