ઇન્ટરનેશનલનેશનલ

ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડલ્લાને ISIએ આપ્યા હતા હથિયાર: ભારતે પ્રત્યર્પણની કરી માંગ

નવી દિલ્હીઃ ખાલિસ્તાની ટાઈગર ફોર્સની કમાન સંભાળી રહેલા આતંકવાદી અર્શ ડલ્લાને લઈ મોટો ખુલાસો થયો છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓના સૂત્રો મુજબ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ ભારત સામે ખાલિસ્તાની આતંકીઓને હથિયાર મોકલી રહી છે. અર્શ ડલ્લા પાસેથી કેનેડા પોલીસે અનેક હાઈટેક હથિયાર જપ્ત કર્યા છે. તપાસ દરમિયાન આ હથિયાર તેના હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: પાકિસ્તાની સમર્થક ગેંગસ્ટર અને ખાલિસ્તાનીઓ વિરુદ્ધ એનઆઈએની મોટી કાર્યવાહી

ખાલિસ્તાની અર્શ ડલ્લાને કેનેડામાં 28 ઓક્ટોબરની રાત્રે જમણા હાથમાં ગોળી વાગી હતી. જાણકારી અનુસાર અર્શ ડલ્લા અને તેનો એક સાથી ગુરજંત સિંહ કારમાં મિલ્ટન વિસ્તારમાં પસાર થતા હતા ત્યારે તેની કારમાં રાખેલા હથિયારથી ભૂલથી ગોળી છૂટતાં તે ઘાયલ થયો હતો. જે બાદ ડલ્લાને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: કેનેડામાં રહેતા આ 20 ખૂંખાર ખાલિસ્તાની આતંકી પાકિસ્તાનના ઈશારે ભારતને કરે છે ટાર્ગેટ, જૂઓ લિસ્ટ…

ભારતે કરી પ્રત્યર્પણની માંગ

ભારત સરકારે કેનેડાથી અર્શ સિંહ ગિલ ઉર્ફે અર્થ ડલ્લાના પ્રત્યર્પણની માંગ કરી છે. વિદેશ મંત્રાલયા પ્રવક્ત રંધીર જયસ્વાલે મીડિયા દ્વારા પૂછવામાં આવેલા જવાબમાં આ જાણકારી આપી હતી.

તેમણે કહ્યું કે, 10 નવેમ્બરે કેનેડામાં તેની ધરપકડના સમાચાર આવ્યા હતા. અર્શ ડલ્લા, ખાલિસ્તાન ટાઈગર ફોર્સના પ્રમુખની ધરપકડ કરવામાં આવી છે. કેનેડાના પ્રિન્ટ અને વિઝ્યુઅલ મીડિયામાં તેનું વ્યાપક કવરેજ કરવામાં આવ્યું હતું અને ઓંટારિયો કોર્ટે મામલાની સુનાવણીની તારીખ નક્કી કરી છે.

2023માં ભારતે આતંકી જાહેર કર્યો

અર્શ ડલ્લાને ભારતમાં 50થી વધારે હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી અને આતંકી ગતિવિધિમં સામેલ હોવાના કારણે ગુનેગાર જાહેર કરવામાં આવ્યો હતો. મે 2022માં તેની સામે રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી.

2023માં ભારત સરકારે તેને આતંકી જાહેર કર્યો હતો. જુલાઈ 2023માં ભારતે કેનેડા સરકારને તેની ધરપકડની વિનંતી કરી હતી પરંતુ આ માંગ સ્વીકારવામાં આવી નહોતી. આ મામલે વધારાની જાણકારી પણ આપવામાં આવી હતી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button